ગીર અભ્યારણ વિસ્તારમાં સિંહોના અકાળે મોતનો મામલે હાઈકોર્ટના નિર્દેશ મુજબ કામગીરીને લઈને રેલવે વિભાગ અને સરકાર તરફ થી કોર્ટમાં દલીલ થઈ હતી. આ મામલે સિંહોના થયેલા મૃત્યુ વિશે રેલવે વિભાગ અને રાજ્ય સરકાર તરફથી જવાબો રજુ કરાયા હતા. જેમાં ખાસ કરીને રેલવે ટ્રેક સિંહો માટે નુકસાનકારક છે કે કેમ? તે અંગેની માહિતી કોર્ટ મિત્ર રજૂ કરશે. આ મામલે હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, રેલવેલાઈન વન્ય વિસ્તારમાંથી પસાર થતી હોય તો સિંહો માટે તે બીન નુકસાનકાર હોવી જોઈએ. હાઇકોર્ટે ટકોર કરી હતી કે રેલવે ટ્રેકથી સિંહોને નુકશાન ન થાય તે માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ સરકારે કરવો. આ કેસમાં સામા પક્ષે રાજ્ય સરકારે એવી દલીલ કરી હતી કે સ્થાનિક ખેડૂતો અને ફોરેસ્ટ અધિકારીઓના લીધે સિંહોની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં ૫૦ થી વધીને ૫૦૦ સુધી પહોંચી ગઈ છે. આ કેસની આગામી વધુ સુનાવણી ૦૭મી ફેબ્રુઆરીએ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાંજ રેલવે ટ્રેક નજીકથી પસાર થતા સિંહના બચ્ચા સહિત સિંહણ ટ્રેન સાથે અકસ્માતનો ભોગ બનતા મૃત્યુ પામી હતી.
રાજુલા અને આસપાસના વિસ્તારમાં પાછળા અમુક સમયમાં ટ્રેન સાથે ટકરાતા સિંહોના મૃત્યુ થવાની ઘટનાઓ ઘટી છે, ત્યારે સિંહોના સંવર્ધન માટે હાઇકોર્ટે સરકારને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું સૂચન કર્યુ હતું.