૨૦૨૦ આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપના શેડ્યુલની ઘોષણા, ઓસ્ટ્રેલિયા મેજબાની કરશે

698

ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સિલે ૨૦૨૦ આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપના શેડ્યુલની ઘોષણા કરી છે. આ વર્લ્ડ કપની મેજબાની ઓસ્ટ્રેલિયા કરશે. ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયાના ૭ શહેરોમાં આ મેચનું આયોજન થશે. આઇસીસી અનુસાર, ૧૮ ઓક્ટોબરથી આ ટૂર્નામેન્ટની શરૂઆત થશે અને ૧૫ નવેમ્બરે મેલબર્નમાં ફાઇનલ રમવામાં આવશે.

મહિલા ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પણ મેલબર્નમાં રમવામાં આવશે. જોકે, મહિલા ટી-૨૦ વિશ્વ કપ ૨૧ ફેબ્રુઆરીથી ૮ માર્ચની વચ્ચે રમવામાં આવશે અને ફાઇનલ મુકાબલો ૮ માર્ચે વિશ્વ મહિલા દિવસ પર હશે. તેના ૭ મહીના બાદ પુરૂષોના ટી-૨૦ વર્લ્ડ કપ આયોજિત કરવામાં આવશે. આ પ્રથમ વખત થશે મહિલા અને પુરૂષ ટી-૨૦ વિશ્વ કપ અલગ-અલગ હશે. અત્યાર સુધી આ ટૂર્નામેન્ટ એક સાથે આયોજીત થતી હતી.

મહિલા ટી -૨૦ વર્લ્ડ કપના સેમીફાઇનલ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર અલગ-અલગ દિવસે રમવામાં આવશે. જ્યારે પુરૂષ ટી-૨૦ વર્લ્ડ કપના સેમીફાઇનલ મેચનું આયોજન સિડની અને એડિલેડ ઓવલમાં થશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ના વર્લ્ડ કપ પણ ઓસ્ટ્રેલિયામાં થયો હતો અને ખૂબ સફળ રહ્યો હતો. ત્યારે પણ ફાઇનલ મુકાબલો મેલબર્નમાં જ થયો હતો અને તેને જોવા રેકોર્ડ સંખ્યામાં લોકો પહોચ્યા હતા. આઇસીસીને આશા છે કે આ વખતે દર્શકોના સ્ટેડિયમ સુધી પહોંચવાનો નવો રેકોર્ડ બનશે.

આઇસીસી અનુસાર, ૧૮ ઓક્ટોબરથી આ ટૂર્નામેન્ટની શરૂઆત થશે અને ૧૫ નવેમ્બરે મેલબર્નમાં ફાઇનલ રમવામાં આવશે.

મહિલા ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પણ મેલબર્નમાં રમવામાં આવશે. જોકે, મહિલા ટી-૨૦ વિશ્વ કપ ૨૧ ફેબ્રુઆરીથી ૮ માર્ચની વચ્ચે રમવામાં આવશે અને ફાઇનલ મુકાબલો ૮ માર્ચે વિશ્વ મહિલા દિવસ પર હશે. તેના ૭ મહીના બાદ પુરૂષોના ટી-૨૦ વર્લ્ડ કપ આયોજિત કરવામાં આવશે. આ પ્રથમ વખત થશે મહિલા અને પુરૂષ ટી-૨૦ વિશ્વ કપ અલગ-અલગ હશે. અત્યાર સુધી આ ટૂર્નામેન્ટ એક સાથે આયોજીત થતી હતી.ભારતનો પહેલો મુકાબલો સાઉથ આફ્રિકા સામે ૨૪ ઓક્ટોબરે સુપર ૧૨ સ્ટેજમાં થશે.

 

૨૪ ઓક્ટોબરઃ

ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન, સિડની, ભારત સામે દક્ષિણ આફ્રિકા, પર્થ

૨૫ ઓક્ટોબરઃ

ક્વોલિફાયર એ ૧ વર્સિસ કવોલિફાયર બી ૨ હોબાર્ટ, ન્યુઝીલેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝ મેલબોર્ન

૨૬ ઓક્ટોબરઃ

અફઘાનિસ્તાન સામે ક્વોલિફાયર એ ૨, પર્થ, ઈંગ્લેન્ડ સામે ક્વોલીફાયર બી ૨ પર્થ

૨૭ ઓક્ટોબરઃ ન્યુઝીલેન્ડ સામે બી-૨, હોબાર્ટ

૨૮ ઓક્ટોબરઃ

અફઘાનિસ્તાન સામે બી ૧, પર્થ

૨૯ ઓક્ટોબરઃ પાકિસ્તાન સામે એ ૧, સિડની, ભારત સામે એ ૨, મેલબોર્ન

૩૦ ઓક્ટોબરઃ

ઈંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકા, સિડની, વેસ્ટઈન્ડિઝ સામે બી ૨, પર્થ

૩૧ ઓક્ટોબરઃ

પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડ, બ્રિસબેનમ, ઓસ્ટ્રેલિયા સામે એ-૧, બ્રિસબેન

૧ નવેમ્બરઃ

દક્ષિણ આફ્રિકા સામે અફઘાનિસ્તાન, એડિલેડ, ભારત સામે ઈંગ્લેન્ડ મેલબોર્ન

૨ નવેમ્બરઃ

એ ટુ સામે બી ૧,સિડની, ન્યુઝીલેન્ડ સામે એ ૧ , બ્રિસબેન

૩ નવેમ્બરઃ પાકિસ્તાન સામે વેસ્ટ ઈન્ડિઝ,એડિલેડ

૪ નવેમ્બરઃ

ઈંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાન, બ્રિસબેન

૫ નવેમ્બરઃ

દક્ષિણ આફ્રિકા સામે એ ૨, એડિલેડ, ભારત સામે બી ૧ એડિલેડ

૬ નવેમ્બરઃ

પાકિસ્તાન સામે બી ૨, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા સામે ન્યૂઝીલેન્ડ, મેલબોર્ન

૭ નવેમ્બરઃ

ઈંગ્લેન્ડ સામે એ ૨. એડિલેડ, વેસ્ટ ઈન્ડિઝ સામે એ ૧ મેલબોર્ન

૮ નવેમ્બર :

સાઉથ આફ્રિકા સામે બી ૧ સિડની, ભારત સામે અફઘાનિસ્તાન, સિડની

સેમી ફાઈનલઃ

૧૧ નવેમ્બર સિડની, ૧૨ નવેમ્બર એડિલેડ

ફાઈનલ ૧૫ નવેમ્બર મેલબોર્ન

Previous articleશંકરસિંહ રાજનીતિમાં સક્રિય, વિધિવત રીતે NCPમાં જોડાયા
Next articleમોદી આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે, ઈન્ટરનેશનલ એરપોર્ટનું કરશે ઉદ્ધાટન