મોડી રાત્રે કડકડતી ઠંડીમાં ઈટાદરારૉડ શિવનગર સોસાયટી પાસે એક અબોલ નાનકડા ગધેડાના બચ્ચાને કૂતરાઓના ટોળાંએ બચકાં ભરીને ગંભીર રીતે ઘાયલ કર્યું હતું. ત્યાં એની સારવાર કરી સુરક્ષિત જગ્યાએ પહોચાડ્યું.
“આપ જ્યાં પણ આવા અબોલ જીવને બિમાર-ઘાયલ જુઓ ચોક્કસ એને સહાયરૂપ બનો.” ના સૂત્ર સાથે તેમના આ ઉમદા સેવા કાર્યને લોકોએ આવકાર્યું હતું. જેમાં ટીમના ધોળાકુવાના પી સી ઠાકોર માણસાના ડોક્ટર મહેશભાઈ ડોક્ટર તુષારભાઈ જાની, પિયુષભાઈ, વિક્રમસિંહ અને પ્રતીકસિંહ દ્વારા પ્રજાજનોને આવા કોઈ પણ અબોલ પશુ પંખી માટે માત્ર ઉતરાયણ પૂરતું નહીં પરંતુ બારે માસ તેમની હેલ્પ લાઈન પર સંપર્ક કરવા માટે અપીલ કરાઈ હતી