મહેસાણા રેલવે સ્ટેશન પર એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ અપાયું

653

બાન્દ્રા-દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસને મહેસાણા રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેને લઇને મહેસાણા જિલ્લાના રેલયાત્રી ઓને મોટી રાહત થશે.

આગામી તા.૨૯ જાન્યુઆરીને મંગળવારથી અઠવાડીયામાં ચાર દિવસ આ ટ્રેનને મહેસાણા રેલવે સ્ટેશન પર છ મહિનાના પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ અપાયું છે. જેને લઇને મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ બેંગલુરૃ-ભગત કી કોઠી સાપ્તાહિક એક્સપ્રેસને આગામી તા.૨૯ જાન્યુઆરીથી મહેસાણા રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવાનું પણ નક્કી કરાયું છે.

Previous articleકડકડતી ઠંડીમાં પશુપ્રેમીઓએ ગધેડાના બચ્ચાને બચાવ્યું
Next articleધેધુ એસ.ટી.નું પીકઅપ બસસ્ટેન્ડ જર્જરીત