કલોલ પાસેના ધેધુ ચાર રસ્તા પાસે એસ.ટી.નુ પીકઅપ સ્ટેન્ડ આવેલુ છે. તંત્ર દ્વારા યોગ્ય દેખભાળના અભાવે સ્ટેન્ડ જર્જરીત હાલતમાં થઇ ગયું છે અને ગમે ત્યારે તૂટી પડવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે તંત્ર દ્વારા તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
જો આ એસ.ટી.નુ પીકઅપ સ્ટેન્ડને તાકિદે રિપેર કરવામા નહિ આવે અથવા નવુ બનાવવામા નહિ આવે તો તેમાં ગમે ત્યારે કોઈ નિદોર્ષ વ્યકિતનો ભોગ લેવાય તેવી શક્યતા રહેલી છે.
કલોલ પાસેના ધેધુ ગામે ચાર રસ્તા પાસે એસ.ટી.નું પીકઅપ સ્ટેન્ડ આવેલુ છે. ગણા સમયથી આ પીકઅપ સ્ટેન્ડની હાલત જર્જરીત થઇ ગઇ છે અને ગમે ત્યારે તુટી પડે તેવી ભીતી સર્જાઇ છે.
આ ગામના પીકઅપ સ્ટેન્ડ પર લોકોએ જાહેરાતો ચોટાડી દીધી છે. જેને કારણે તેની વાસ્તવિક જર્જરીત સ્થિતિનો ખ્યાલ પણ આવતો નથી. આવાવરૂ થઇ ગયેલા આ પીકઅપ સ્ટેન્ડનો દૂર ઉપયોગ થતો હોવાની સંભાવનાઓ રહેલી છે. ત્યારે અત્રે જર્જરીત થઇ ગયેલા પીકઅપ સ્ટેન્ડના કારણે કોઇ મોટો અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે. કે જાહેર ચાર રસ્તા ઉપર આવેલ જર્જરીત પીકઅપ સ્ટેન્ડ સત્તાવાડાઓની નજરમાં આવતું નથી. ધેધુ ગામના આગેવાનો તેમજ પંચાયતના લોકો પણ પસાર થતા હોય છે. તેમ છતા તેમને જર્જરીત થઇ ગયેલ પીકઅપ સ્ટેન્ડ નજરમાં નથી આવતું. તેવા પ્રશ્નો પણ ઉઠવા પામ્યા છે.