અમદાવાદ-ગાંધીનગર વચ્ચે એસટી બસ સર્વિસમાં ૪૦ ઈ-બસ મુકાશે. હાલ કુલ ૮૦ બસો અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડે છે જે પૈકી ૫૦ ટકા બસો ઇલેક્ટ્રિક થઇ જશે.
ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, ટૂંકા અંતરમાં ઇલેક્ટ્રિક વાહનોનું સંચાલન સારી રીતે થઇ શકે છે જેથી હાલ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઇલેક્ટ્રિક બસનો નિર્ણય લેવાયો છે.
આ બસોના ર્ચાજિંગ માટે એસટી ડેપોમાં ર્ચાજિંગ સ્ટેશન પણ ઊભાં કરાશે. આ જ રીતે ઓલા, ઉબેર અને અન્ય સંચાલકો સાથે બેઠક યોજી તેમને પણ સિટી સર્વિસમાં ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવા જણાવાયું છે.
રાજ્ય સરકાર હવે ર્ચાજિંગ સ્ટેશનો ઊભા કરવા માટેનું માળખું તૈયાર કરવાનું વિચારી રહી છે. ખાનગી ઇલેક્ટ્રિક વાહનો માટે શહેરોમાં અને હાઇવે પર સ્ટેશનો ઊભા કરવાની સાથે બેટરી રિપ્લેસમેન્ટ સહિતની વ્યવસ્થા ઊભી કરાશે.