ગાંધીનગરમાં ૧૪ ખાનગી શાળાના બાળકોની સ્કૂલ બેગ નિયત માત્રાથી ભારે

869

ભાર વિનાનું ભણતર કરવા માટે કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિભાગે શાળાઓમાં અભ્યાસ કરતા કેજીથી ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓના સ્કુલ બેગના વજન નક્કી કરવામાં આવ્યા છે. તેમ છતાં તેમ છતાં જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના સ્કુલ બેગનું વજન વધારે હોવાનું સોમવારે હાથ ધરાયેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન જોવા મળ્યું હતું.

સ્કુલ બેગનું વજનના ચેકિંગ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ૫૨ ટીમો બનાવવામાં આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળા ઓમાં સરકારે નિયત કરેલા નિયમ કરતા શાળાઓના વિદ્યાર્થીઓના સ્કુલ બેગનું વજન ૧૦ ટકાથી પણ વધારે હોવાનું આકસ્મિક ચેકિંગમાં બહાર આવ્યું હતું.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સ્કુલ બેગના વજનના મામલે કરાયેલા આદેશનું પાલન ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યું છે કે નહી, તેની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિ દ્વારા આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓના સ્કુલબેગની ચકાસણી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સીઆરસી, બીઆરસી, ટીપીઓ સહિત કુલ ૫૨ ટીમો બનાવવામાં આવી છે. સ્કુલબેગના વજનની ચકાસણી માટે દરેક ટીમને વજન કાંટો આપવામાં આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ટીમ દ્વારા વિદ્યાર્થીઓના સ્કુલ બેગના વજનની આકસ્મિક ચકાસણી કરતા ખાનગી શાળાઓના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે ધોરણ ૯થી ૧૨માં હાલમાં પરીક્ષા ચાલતી હોવાથી આવી શાળાઓમાં આગામી સમયમાં ચકાસણી હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓના સ્કુલ બેગની ચકાસણી અંગેની નોંધ શાળાની વિઝીટ બુકમાં પણ કરવામાં આવી છે.

જિલ્લાની ૧૪ ખાનગી પ્રાથમિક શાળાઓના ૯૫૦થી વધારે વિદ્યાર્થીઓ અને તેના સ્કુલ બેગના વજનની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના બાળકોના સ્કુલ બેગનું નિયત વજન કરતા દસેક ટકાથી વધારે જોવા મળ્યું હતું. જિલ્લા ની ખાનગી પ્રાથમિક શાળા ઓમાં સ્કૂલ બેગનું ચેકિંગ કરી વજન કાંટા ઊપર વજન કરાતા નિયત માત્રા કરતા વજનદાર જણાયા હતા.

Previous articleગાંધીનગર-અમદાવાદ વચ્ચે STની ૪૦ ઈ-બસ દોડશે : હાઇવે પર ર્ચાજિંગ સ્ટેશન બનશે
Next articleકોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી