ગુજરાતમાં પવન સાથે ઠંડીનું પ્રમાણ ખૂબ વધુ છે. ત્યારે આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતનો દરિયો તોફાની બનશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ૨૪ કલાકમાં સમુદ્રમાં નોર્થ ઇસ્ટના ભારે પવનને લઇને દરિયો તોફાની બનશે. સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સર્જાતા ૫૦ ાદ્બની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયામાં ન જવા અને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ૫૦ કિ.મી.ની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.
ત્યારે દરિયામાં પણ મોજાં ઉછળવાની સંભાવના છે. એટલા માટે દક્ષિણ ગુજરાતના દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા જવા માટેની સૂચના આપવામાં આવી છે. સાથે દરિયાકાંઠાના વિસ્તારને પણ અલર્ટ કરાયા છે.