પ્રયાગરાજમાં મંગળવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેબિનેટની બેઠક થઈ. આવું પહેલીવાર થયું જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાનીથી બહાર કુંભ ક્ષેત્રમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક થઈ. આ દરમિયાન સીએમ યોગી ઉપરાંત યૂપી સરકારના તમામ મંત્રી ઉપસ્થિત રહ્યા. બેઠક બાદ સીએમ યોગીએ કુંભમાં સ્નાન કર્યું. તેમની આ તસવીર વાયરલ થઈ રહી છે.