પરીક્ષા પર ચર્ચા : CMની વિદ્યાર્થીઓને ટિપ્સ

544

પરીક્ષાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્કુલી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વિસ્તારપૂર્વક વાત કરી હતી. મોદીએ વિવિધ વિષય પર સલાહ આપી હતી. મોદીએ ટાઇમ મેનેજમેન્ટના મામલે બાળકોને સલાહ આપી હતી. ગયા સપ્તાહનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવ્યો છે તે અંગે વિચારણા કરવા માટે પણ કહ્યુહતુ. મોદીએ ટેકનોલોજી અંગે વાત કરતા કહ્યુ હતુ કે જો ટેકનોલોજી અમને સંકુચિંત બનાવે છે તો અમારી વિચારધારા પણ સંકુચિત થઇ જાય છે. આના કારણે અમને નુકસાન થાય છે. આનો ઉપયોગ વિસ્તાર માટે કરવામાં આવે તે જરૂરી છે. ટીચર્સ દ્વારા પણ આ વિષય પર ચર્ચા કરવામાં આવે તે જરૂરી છે. ગેમ રમવાના સવાલ પર મોદીએકહ્યુ હતુ કે બાળકો ટેકનોલોજીથી દુર રહે તેમ અમે ઇચ્છશુ તો બાળકો પોતાની લાઇફમાં પણ પાછળ જતા રહેશે. તેમને પ્રોત્સાહન આપવાની જરૂર છે. જો કે નવી ટેકનોલોજીનો બાળકો શુ ઉપયોગ કરી રહ્યા છે તેના પર ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. મોદીએ વાલીઓને સલાહ આપી હતી કે બાળકો જ્યાં સુધી મોટા ન થાય ત્યાં સુધી તેમની ગતિવિધી પર નજર રાખવામાં આવે તે જરૂરી છે. વડાપ્રધાને કહ્યુ હત કે કેટલાક માતાપિતા સોસાયટીમાં બાળકોના રિપોર્ટ કાર્ડને પોતાના વિજિટિંગ કાર્ડ બનાવી લે છે. મોદીના કહેવા મુજબ દરેક ક્ષણે કસોટી જરૂરી છે. આના કારણે અમને પોતાના નિરીક્ષણ કરવાની તક મળે છે. અમને તાકાત મળે છે. આમારી કુશળતા આના કારણે સામે આવી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, ટેકનોલોજી આગળ વધવા માટે ખુબ ઉપયોગી છે. મોદીએ ડિપ્રેશનના મુદ્દે પણ વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, આ દૂષણને રોકવા માટે પણ કેટલાક પગલા રહેલા છે. મોદીએ કહ્યું હતું કે, ડિપ્રેશનમાં પહોંચેલા વિદ્યાર્થીઓ માટે પણ તેઓ કહેવા માંગે છે કે, કોઇ વ્યક્તિ ડિપ્રેશનમાં રહેવા માટે નિષ્ફળતા પણ રહેલી છે. તેના સંકેતો અને લક્ષણોની અવગણના કરવી સારા વિચાર તરીકે નથી. ડિપ્રેશનના મામલામાં ચર્ચા કરવી જોઇએ. ફેબ્રુઆરીમાં ગયા વર્ષે પણ વિદ્યાર્થીઓ સાથે મોદીએ આવી જ વાત કરી હતી. આ મહિનાની શરૂઆતમાં જ તેઓએ તેમના પુસ્તક એક્ઝામ વોરિયર્સ જારી કર્યું હતું જેમાં પરીક્ષાને લઇને ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિક્ષણ વ્યવસ્થામાં સુધારા કરવાની પણ વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, ડિપ્રેશનના દૂષણ ખુબ જ ચિંતાજનક બાબત છે. આને લઇને ખુલ્લામાં વાત કરવી જોઇએ. માનસિક આરોગ્યની પણ વાત કરવાથી ફાયદો થાય છે. બાળકોને પ્રોત્સાહન આપવા વાલીઓને મોદીએ અપીલ કરી હતી. આ ઉપરાંત પણ તેઓએ વિવિધ મુદ્દા ઉપર વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. ડિપ્રેશન સામે લડવા માતા-પિતાએ બાળકોની મદદ કરવી જોઇએ. શિક્ષકો પણ વિદ્યાર્થીઓની લાઇફમાં ચાવીરુપ ભૂમિકા ભજવે છે. શિક્ષણ વિદ્યાર્થીઓ સામે રહેલા પડકારોને રજૂ કરે છે. વિદ્યાર્થીઓએ તેમના પોતાના સ્કોર સાથે સ્પર્ધા કરવી જોઇએ. અન્યો સાથે સ્પર્ધા કરવી જોઇએ નહીં. લોકો કહે છે કે, મોદી ખુબ જ મહત્વકાંક્ષી છે પરંતુ તેઓ કહેવા માંગે છે કે, મહત્વાકાંક્ષી રહેવાની બાબત ખુબ મહત્વપૂર્ણ છે. મહત્વકાંક્ષાના બોજને દબાવવાના પ્રયાસ કરવા જોઇએ નહીં. અપેક્ષાઓ સુધી પહોંચવા પોતાને સાબિત કરવાના પ્રયાસ ઉપયોગી રહે છે. ટેકનોલોજી પણ ઉપયોગી બની છે.

Previous articleજેટમાં રોકડ કટોકટી : ૪ વિમાન ગ્રાન્ડેડ, અનેક ઉંડાણોને રદ કરાઈ
Next articleન્યૂનતમ રકમના વચનને લઇ માયાના કોંગી પર ઉગ્ર પ્રહાર