મગોડી ગામમાંથી એક સમયના ૮૦ કેન દૂધ ગાંધીનગર સ્થિત મધૂર ડેરીમાં જમા કરવામાં આવી રહ્યુ છે.
દૂધમાં તૈલી પદાર્થ (ભેળસેળ યુક્ત) આવતો હોવાથી છેલ્લા બે દિવસથી મધૂર ડેરી દ્વારા દૂધ સ્વિકારવાનુ બંધ કરી દેવામાં આવ્યુ હતુ. એકા એક દૂધ બંધ સ્વિકારવાનુ બંધ કરી દેતા ગામના દૂધ ઉત્પાદકો લાલઘુમ થઇ ગયા હતા અને મધૂર ડેરીમાં મંગળવારે બપોરે ચડાઇ કરી હતી. જેમાં મહિલાઓ સહિત પુરુષોએ ડેરીના દરવાજા આગળ બેસી ગયા હતા અને દૂધ સ્વિકારવાની હા પાડવામાં ના આવે ત્યાં સુધી બેસી રહેવાનુ કહ્યુ હતુ.
ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (મધુર ડેરી) દ્વારા દૂધ સ્વિકારવાનું બંધ કરાતા મગોડીના આગેવાનો મધુર ડેરી ખાતે વિરોધ કર્યો હતો