જાળિયા કે.વ.શાળામાં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગનાં અનુસંધાને રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જાળિયા ગામનાં કુલ (૫૨)કર્મચારીઓ જુદા જુદા વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. આ તમામ કર્મચારીઓને શાળા પરિવાર દ્વારા પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પાલિતાણા બીઆરસી હાર્દિક તા.પં.ના ઉપપ્રમુખ ગોપાલભાઈ, જિ.પં. આરોગ્ય સમિતિનાં ચેરમેન કપીલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાલીતાણાનાં ધારાસભ્ય દ્વારા શાળામાં પ્રાર્થના હોલનાં શેડ માટે બે લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી તેમજ ચેરમેન કપીલભાઈ દ્વારા દિવાલ માટે ૧ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ આમ, માળિયા (અમ)શાળાનાં બાળકો દ્વારા ખુબ જ સુંદર કૃતિઓ અને કરતબો રજુ કરવામાં આવેલ આ તકે આચાર્ય યુનુસખાન બલોચ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ.