ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર પ્રજાસત્તાક પર્વ ઉજવાયુ હતું. શિક્ષકોના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમમાં રજુ કર્યા હતુ. કુ.ઝુલી ચાવડાના હસ્તે ધ્વજવંદન કરાવાયેલ અહિ કુ.નિધી મકવાણાના સંચાલન સાથે વીરશંગભાી સોલંકી તથા મુકેશકુમાર પંડિતે પ્રાસંગિક વાતો કરી હતી. સરપંચ કુંવરબેન ચાવડા તથા તા.પં.સદસ્ય મનુભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહેલ આ સાથે વાલી સંમેલન રખાયુ હતું.