જાફરાબાદ ખાતે કોળી સમાજ દ્વારા આઠમાં સમુહ લગ્નોત્સવનું આયોજન

740

જાફરાબાદ ખાતે તળપદા કોળી સમાજ દ્વારા આઠમો સમુહલગ્નોત્સવ યોજાશે. અલ્ટ્રાટેક સિમેન્ટ મુખ્યદાતા બની હિરાભાઈ સોલંકી, સરમણભાઈ બારૈયા, કરણભાઈ બારૈયા, દાતાઓ ર૭ દિકરીઓના કન્યાદાન આપશે અનેક મહાનુભાવોની હાજરી રહેશે. આજથી તડામાર તૈયારીઓ શરૂ.

જાફરાબાદ ખાતે તળપદા કોળી સમાજ દ્વારા ભવ્ય સમુહલગ્નનું આયોજન કરાયું છે. જેમાં ર૭ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે આગામી તા. ૧૦-ર-ર૦૧૯ના રોજ આ ભવ્ય સમુહલગ્નનું આયોજન કરાયું છે. જેમાં સાધુ સંતો રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ભવ્યાતિભવ્ય સમુહ લગ્નોત્સવના મુખ્યદાતા અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટના જીએચસીએલ યુનિટ જાફરાબાદ તેમજ હિરાભાઈ સોલંકી, સરમણભાઈ બારૈયા, કરણભાઈ પટેલ, પાલાભાઈ પરમાર, ભીમભાઈ બારૈયા, આમંત્રીત સાધુ સંતો રાજકીય આગેવાનોનો ભવ્ય સન્માન સમારોહનું પણ આયોજન કરેલ હોય આજથી તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

Previous articleતળાજામાં યોગ શિબિર યોજાઈ
Next articleખડોળના પાટિયા પાસે ઈકોની ટક્કરે બાઈક ચાલકનું મોત