ગાંધીનગર સેકટર-૧૫ની કોલેજ મત ગણતરી કેન્દ્ર ખાતે તમામ કામગીરી પૂર્ણ

1129
gandhi14122017-5.jpg

ગાંધીનગર જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો માટે સેકટર-૧૫ની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગાંધીનગર(ઉ) અને ગાંધીનગર(દ) વિધાનસભા બેઠક માટે પોલીંગ સ્ટાફના રિપોટ’ગ અને સાહિત્ય સોંપણી સહિતની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
ગાંધીનગર(ઉ)ના જનરલ નિરીક્ષક પાંડુરંગા નાઇકની ઉપસ્થિતીમાં જિલ્લા ચૂંટણી અધિકારી સતીષ પટેલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં કુલ ૪૮-ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે તે માટે ૧૩૪૨ મતદાન મથકોખાતે ફરજ બજાવનાર ૬૭૯૦ પોલીંગ સ્ટાફ ચૂંટણીલક્ષી તમામ સાહિત્ય સાથે મતદાન મથકોએ આજે બપોરે ૩.૦૦ વાગ્યે પહોંચી જશે. 
જિલ્લા ચૂંટણી અધિકારી સતીષ પટેલે જણાવ્યું  હતું કે પાંચ વિધાનસભા બેઠકો માટે ૨૩૭ માઇક્રો ઓબ્ઝવર્સ, ૧૬૭ ઝોનલ ઓફિસર અને ૩૩૦ વિડીયા ેગ્રાફર દ્વારા કામગીરી હાથ ધરાશે. કાયદો અને વ્યવસ્થા માટે ૩૩ પેરા મીલીટરી ફોર્સની કંપનીઓ, ૧૬૦૦ પોલીસ અને ૧૭૪૦ હોમગાર્ડ ફરજ બજાવશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સતીષ પટેલે ગાંધીનગર જિલ્લાના મતદારોને નિર્ભયપણે અવશ્ય પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં જોડાઇને મતદાન કરવા અપીલ કરી છે. 
આગામી તારીખ ૧૮ ડિસેમ્બરના રોજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સેકટર-૧૫ ગાંધીનગર ખાતે સવારે ૮.૦૦ કલાકે શરૂ થનાર મતગણતરીની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. વિધાનસભાની બેઠકો માટે મતપેટીઓ માટે સ્ટ્રોંગ રૂમ તથા પાંચ હોલમાં મતગણતરી સહિત મીડિયા સેન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Previous articleગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોબા સર્કલ ખાતે મતદાન જાગૃતિનો નવતર પ્રયોગ
Next articleપેરા મિલેટ્રીના જવાનોની તૈનાતી દરેક મત વિસ્તારમાં ફ્‌લેગ માર્ચ