૭૦માં ગણતંત્ર દિનની સ્વામીનારાયણ ગુરૂકુળ સ્કુલ દ્વારા રંગારંગ કાર્યક્રમ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ અનુલક્ષીને લોકોમાં સ્વયંભૂ રાષ્ટ્રભાવના જાગે તે હેતુથી આવો સાથે મળી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરીએ એવા બેનર સૌ લોકોને સાથે રાખી ગુરૂકુળના બાળકો અને શિક્ષકો દ્વારા એક સુંદર પ્રભાતફેરીનું આયોજન કરેલ હતું. આ પ્રભાતફેરી સ્વામી.ગુરૂ. શનિમંદિર રોડ શ્રીજીનગર વી.ટી. નગર રોડ ગાંધીબાગ થઈને કુબેરનાથ મંદિર પાસે આવેલ જોગર્સપાર્ક પૂર્ણ કરેલ હતી. અને સંસ્થાના સંસ્થાપક પુરાણી ભક્તિનય દાસજી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મહુવા નગરપાલિકા પ્રમુખ જિતેનભાઈ પંડ્યાપૂ. સ્વામી ગોવિંદપ્રકાશ દાસજી, વિનુભાઈ મિસ્ત્રી, પંકજભાઈ રૂપારેલ વિઠ્ઠલભાઈ કોરડીયા, ધિરૂભાઈ અવાડીયા, ડો. પિયુષભાઈ વાઘમશી ડો. સમીર મહેતા, ડો. શિલ્પાબેન ગેડીયા ડો. ભાવનાબેન પરમાર વિગેરે મહાનુભાવો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના ધો.૧ થી ૧૨ ના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી ઉપસ્થિત લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે શાળામાં યોજાયેલ વિવિધ સ્પર્ધા મેળવેલ નંબર વાળા વિદ્યાર્થીઓને ઈનામથી નવાજવામાં આવેલ હતા.