રાણપુર કુમાર શાળામાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરાઈ

577

બોટાદ જીલ્લાના રાણપુરમાં મુખ્યકુમાર શાળા નં-૨ ખાતે રાષ્ટ્રીય મતદાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય કાદરભાઈ કોઠારીયાએ શાળાના બાળકોને રાષ્ટ્રીય મતદાર દિવસની મહત્વની જાણકારી આપી હતી.નવીનભાઈ ગામિતે બાળકોને મતદાન વિષે પ્રતિજ્ઞા લેવડાવી હતી ત્યારબાદ રાણપુરના જાહેર રસ્તાઓ ઉપર શાળા પરિવાર અને બાળકો દ્વારા ગામના મતદારોને જાગૃત કરવા રેલી કાઢવામાં આવી હતી.જેમાં મતદાન અવશ્ય કરો,૧૦૦ ટકા મતદાન કરો,મતદાન મારો અધિકાર,મતદાન લોકશાહીનો પ્રાણ છે એવા સુત્રો રાણપુરની બજારોમાં ગુંજ્યા હતા આ રેલી રાણપુર તાલુકા પંચેયત કચેરીએ પહોચતા રાણપુર તાલુકા વિકાસ અધિકારી મિહિકાબેન પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણસિંહ મોરી, નાયબ તાલુકા વિકાસ અધિકારી આર.એમ.પટેલ, ડેલીગેટ મનહરભાઈ પંચાળા, વિસ્તરણ અધિકારી એમ.જ.કુરેશી, બીઆરસીકોઓ બાબુભાઈ જમોડ, એકાઉન્ટર પઢીયારભાઈ, હસમુખભાઈ બાવળીયા, સુરેશભાઈ પટેલ, સીડીપીઓ રાગિણીબેન પટેલ, આંગણવાડી સુપરવાઈઝર રેહાનાબેન તથા અવનીબેન અને અન્ય કર્મચારીઓ દ્વારા રેલીને ભવ્ય આવકાર આપ્યો હતો રેલીની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી આ પ્રકારના આયોજનથી મુખ્યકુમાર શાળા નં-૨ને વેપારીઓએ શાળા પરિવારને પાઠવ્યા હતાં.

Previous articleપ્રતિવર્ષ એનાયત કરાતા કવિ કાગ એવોર્ડની ઘોષણા
Next articleઈન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં ફાતેમાં હિરાણીને બીજો રેન્ક