આજે સવારના સમયે બગદાણા નજીક એક રીક્ષામાં ચાર મહિલા સહિત પાંચ વ્યક્તિઓ બેભાન હાલતે મળી આવતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. બનાવ અંગે લૂંટની પણ આશંકા સેવાઈ રહી છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઉના ખાતે રહેતા અને રીક્ષા ચલાવતા રફીક સુલ્તાનભાઈ ફકીર (ઉ.વ.૪૦) તેની રીક્ષામાં ઉનાથી રાજુલા કેટરીંગના કામ માટે રતનબેન નાનુભાઈ બાંભણીયા (ઉ.વ.પપ), કાળીબેન જયંતિભાઈ વાજા (ઉ.વ.૪પ), જયાબેન કાળુભાઈ મકવાણા (ઉ.વ.૪૦), તથા નાનીબેન ગીગાભાઈ બાંભણીયા (ઉ.વ.ર૯)ને લઈને જઈ રહ્યા હતા ત્યારે હેમાળ ગામ પાસે હોટલમાં જમતા બાદ બેભાન થયેલ અને રીક્ષા સહિત બગદાણાથી બેભાન હાલતે મળી આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. બનાવ અંગે બગદાણા પો.સ્ટે.ને જાણ કરતા પોલીસે રીક્ષા બગદાણા કેવી રીતે પહોંચી અને લૂંટ છે કે નહીં તે સહિતની તપાસ હાથ ધરેલ છે.