ભાવનગર શહેર કોંગ્રેસ માયનોરીટી વિભાગ દ્વારા શેલારશા ચોક ખાતે ૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ માયનોરીટી વિભાગના ચેરમેન ગુલાબખાન રાઉમાના હસ્તે ધ્વજવંદન કવરામાં આવેલ.
શહેર કોંગ્રેસ માઈનોરીટી વિભાગ દ્વારા શહેરના શેલારશા ચોક ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ જેમાં ગુલાખાન રાઉમાએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી. આ પ્રસંગે ભાવ. શહેર માયનોરીટી વિભાગના ચેરમેન અવનરખાન પઠાણ, બાપેસરા સિપાઈ જમાતના પ્રમુખ આસીફભાઈ શેખ, અમીપરા સિપાઈ જમાતના પ્રમુખ ઈમરાનભાઈ શેખ, હાજી આરીફભાઈ ગોલ્ડન, ફરીદા મહંમદ ઝાકરીયા, કોંગ્રેસ માયનોરીટી તથા મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ઓરકેસ્ટ્રા સાથે રાષ્ટ્રગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વોઈસ ઓફ રફીએહમદદાદા તથા ઈસ્માઈલ સૈયદ સહિત કલાકારો દ્વારા દેશભક્તિના ગીતોની પ્રસ્તુતી કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.