ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં દસ દિવસ પૂર્વે એક યુવાનની હત્યા થઈ હતી અને બીજા યુવાન પર જીવલેણ હુમલો થયો હતો. આ કેસમાં નવ શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે આરોપીઓ હજુ પોલીસ પક્કડ થી દુર છે જે ને લઈ આજે સિહોરના તાલુકા ક્ષત્રિય કારડિયા રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે કે દસેક દિવસ પહેલા ૮.૩૦ કલાકે સુજાનસિંહ પરમાર અને તેના મિત્ર ભગવતી સર્કલથી આગળ આવેલ બજરંગદાસ બાપાની મઢુલી પાસેના શિવમ પાને બેઠા હતા ત્યારે નવ જેટલા શખ્શોએ ગેરકાયદે મંડળી રચીને તલવાર, હોકી વગેરે હથિયાર વડે તેઓ પર હુમલો કર્યો હતો, જેમાં સુજાનસિંહ પરમારને ગંભીર ઈજા થતા તેઓનુ શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતું આ ઘટનામાં સમાજે એક આશાસ્પદ યુવાન ગુમાવ્યો છે જ્યારે ઘટનાના દસ – દસ દિવસ છતાં આરોપીઓ પોલીસ પક્કડ બહાર છે જેને તાકીદે ઝડપી પાડવા અને સમગ્ર ઘટનાની તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા આવે તે બાબતે આજે સિહોર તાલુકા કારડીયા રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવીને રોષની લાગણી સાથે રજુઆત કરી છે અને આ બાબતે તાકીદે પગલાં ભરવામાં આવે આરોપીઓને પકડવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે