ભાવનગર જિલ્લાના પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નં.૩ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. સીપીએમના આ વોર્ડના વિઝેતા ઉમેદવારને ત્રણ પુત્રો હોય તે ગેરલાયક ઠરતા યોજાગયેલ પેટા ચૂંટણીમાં ગેરલાયક થયેલ નગરસેવકના પુત્રએ જ કોંગ્રેસની ટીકીટ મેળવી વિજેતા બન્યા છે. આમ પિતાની બેઠક પુત્રે જાળવી રાખી છે. પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નં.૩ની એક બેઠક ખાલી થતાં તેની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેની આજે મતગણતરી થતાં કોંગ્રેસના ઉમેદવાર અનવરભાઈ મહંમદભાઈ કાજીનો ર૭૬ મતે વિજય થયો છે. કોંગ્રેસ છાવણીમાં આ પરિણામથી હર્ષની લાગણી ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાં અગાઉ સીપીએમના મંહમદભાઈ કાજી ચૂંટાયા હતાં. પરંતુ તેને ત્રણ સંતાનો હોય તે ગેરલાયક ઠર્યા હતા અને બેઠક ખાલી થતાં પેટા ચૂંટણી આવી હતી. આ પેટા ચૂંટણીમાં મહમંદભાઈના પુત્ર અનવરભાઈએ કોંગ્રેસમાંથી ઝંપલાવી વિજય મેળવ્યો છે. આમ પિતાની બેઠક પુત્રએ જાળવી રાખી છે.