જીતુ વાઘાણીના વાણી વિલાસના વિરોધમાં ભાવ. શહેર કોંગ્રેસ મહિલા દ્વારા હલ્લાબોલ

1601

ગુજરાત ભાજપના અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વઘાણીએ કરેલા વાણી વિલાસના વિરોધમાં આજે શહેર મહિલા કોંગ્રેસ દ્વારા તેમના નિવાસે હલ્લાબોલ કાર્યક્રમ યોજયો હતો. જેમાં ઘરનાગેટ  પાસેથી મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી.

ભાજપા પ્રદેશ અધયક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા તાજેતરમાં જ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનીયા ગાંધીને અનુલક્ષીને વાણી વિલાસ કરી માતાના દુધની વાત કરી નારી શક્તિના કરેલા અપમાનનો રાજયભરમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયેલ.

જાહેર જીવનમાં મર્યાદા પુર્વક વાત કરવાનો શિષ્ટાચાર ચુકેલા ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણીએ કરેલા વાણી વિલાસના વિરોધમાં શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ પારૂલબેન ત્રિવેદીની આગેવાની હેઠળ આજે બહેનોએ જીતુ વાઘાણીના નિવાસે હલ્લાબોલ કર્યા હતા અને સાથે જીતુ વાઘાણીના પત્નિનું સન્માન કરવા ફુલહાર પણ લઈ ગયેલ કે સ્ત્રીશક્તિનું અપમાન કરનાર વ્યક્તિ સાથે વર્ષો સુધી સહન કર્યો પરંતુ બહેનો જીતુ વાઘાણીના નિવાસે પહોંચતાની સાથે જ પોલીસે અટકાયત કરી હતી. ત્યારે કોંગ્રેસના બહેનો દ્વારા જીતુ વાઘાણી સામે કડક પગલા ભરવાની પણ માંગ કરી હતી.

Previous articleપાલિતાણા ન.પા. વોર્ડ નં.૩ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય
Next articleસાયબર ક્રાઈમમાં હાલમાં દુનિયામાં ભારત બીજા નંબરે – સની વાઘેલા