સાયબર ક્રાઈમમાં હાલમાં દુનિયામાં ભારત બીજા નંબરે – સની વાઘેલા

1193

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા હાલના સમયમાં સાઈબર ક્રાઈમ દિન પ્રતિદિન વધારો થતો જાય છે અને એકાઉન્ટ હેક થઈ જાય છે આ બાબત લોકો જાગૃત બને અને સાઈબર ક્રાઈમનો શિકાર થતા બચે તે હેતુથી આજરોજ અમદાવાદની ટેક ડીફેન્સ લેબ્ઝના ડલીરેકટર અને સીઈઓના સની વાઘેલાના એક વ્યકતવ્યનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર  ઓફ કોમર્સના પ્રમુખ સુનીલભાઈ વડોદરીયાએ શાબ્દિક પ્રવચનની સાથો સાથ જણાવેલ કે પ્રર્વતમાન સમયમાં  સાઈબર ક્રાઈમ એક મોટી સમસ્યા થઈ ગયેલ છે તેના કારણે એકા.ન્ટ હેક થવા, ડેટા ચોરી થવા, બેંકના એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવા જેવી અનેક બાબતો બને છે અને તેના કારણે ભોગ બનનનાર લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

સાઈબર ક્રાઈમ અંગે સમજણ આપતા નિષ્ણાંત વકતા સની વાઘેલાએ જણાવ્યું કે સાઈબર ક્રાઈમમાં હાલમાં દુનિયામાં ભારતનો નંબર બીજો છે સાઈબર ક્રાઈમ ખાસ કરીને ઈન્ટરનેટ દ્વારા થાય છે. હેકીંગ બે પ્રકારના હોય છે. એથીકલ હેક અને અનહેથીકલ હેક સોશીયલ મીડિયાના  માધ્યમથી પણ હેકીંગ થાય છે. હેકીંગ માટે બોગસ વેબસાઈટ રજીસ્ટર કરાવવામાં આવે છે બેંકોમાં જે હેકીંગ થાય છે તે ખાસ કરીને શની-રવીની રજામાં થાય છે. સાઈબર ક્રાઈમ અટકે તે માટે સરકાર પણ પગલા લઈ રહી છે.સાઈબર સીકયુરીટી ન રાખનારને પેનલ્ટીમ ાટેનું બીલ પણ સરકાર નજદીકના ભવિષ્યમાં લાવવા જઈ રહી છે. હેકીંગ અટકાવવા માટે સ્પેશીયલ પ્રકારના સોફટવેર આવે છે. તે ઈન્સટોલ કરાવવા જોઈએ.

આપના કોમ્પ્યુટર તેમજ મોબાઈલમાં પાસવર્ડ કયારેય સ્ટોર ન કરવો જોઈએ, પાસવર્ડ તેમજ કોમ્પયુટર-મોબાઈલમાં ડીવાઈસ નામમા પોતાનું કે કંપનીનું નામ ન રાખવું જોઈએ, પાસવર્ડ કે સીયકુરીટી કોડની વિગત મોબાઈલ કે કોમ્પયુટરમાં લખીને ન રાખવી જોઈએ જેવી સાદી અને સરળ સમજણનો ઉપયોગ કરવાથી પણ આપ હેકર્સથી બચી શકો છો. કાર્યક્રમનું સંચાલન મંત્રી કિરીટભાઈ સોનીએ કર્યું હતું.

Previous articleજીતુ વાઘાણીના વાણી વિલાસના વિરોધમાં ભાવ. શહેર કોંગ્રેસ મહિલા દ્વારા હલ્લાબોલ
Next articleવિદ્યાનગરમાંથી દબાણો હટાવાયા