પડતર પ્રશ્નોને લઈ મધ્યાહન ભોજન કર્મચારી સંઘ દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં સરકાર સામે ર્દ્ગં્છ(નન ઓફ ધ એબોવ)નું બટન દબાવી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. મધ્યાહન ભોજન કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્ર ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કહ્યું કે,લોકસભા ચૂંટણી પહેલા મધ્યાહન ભોજનના કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ૫૧ લાખ મતો નોટામાં નાંખી પરિણામોમાં
અસર ઉભી કરાશે. જેના માટે તમામ પોલિંગ બૂથ પર માઈક્રોપ્લાનિંગ કરી નોટામાં વધુમાં વધુ મતો નંખાવવા માટે પ્રયાસો કરાશે.