ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોની મતગણતરી એન.જે.સોનેચા કોલેજમા, ચાંડુવાવ હાઈવે ટોલનાકા પાસે તા.૧૮/૧૨/૨૦૧૭ના રોજ સવારે ૮ કલાક થી શરૂ કરાશે.અહિ કડક સુરક્ષા વ્યવસ્થા હાલ ગોઠવવામાં આવી છે. એસ.એસ.બી., બોર્ડર વીંગ અને પોલીસ જવાનો દ્રારા ચોવીસ કલાક ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે.
૯૦-સોમનાથ બેઠકના ૨૫૯ મતદાન મથક હોય એક સાથે ૧૪ ટેબલ પર ગણતરી થતા ૧૮.૫ રાઉન્ડ થશે., ૯૧-તાલાળા બેઠકના ૨૫૭ મતદાન મથક હોય ૧૮.૩ રાઉન્ડ થશે., ૯૨-કોડીનાર બેઠકના ૨૬૦ મતદાન મથક છે આથી ૧૮.૫ રાઉન્ડ થશે.,જયારે ૯૩-ઉના બેઠકના ૨૭૪ મતદાન મથક હોય ૧૯.૫ રાઉન્ડ થશે.
દરેક ટેબલ પર પટાવાળા સાથે ચાર કર્મચારી મત ગણતરી કામગીરી સંભાળશે. ઉપરાંત કોમ્પ્યુટર કામગીરી તથા મદદ માટે એમ કુલ ૩૦૦ જેટલા અધિકારીઓ-કર્મચારીઓ ૧૦૫૦ મતદાન પર ઈ.વી.એમ.માં પડેલા મતોની મતગણતરી કરશે.
ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકના કુલ મતદારો ૮૮૩૫૧૨ પૈકી ૬૦૬૨૦૯ મતદારોએ તેમના મત્તાધિકારનો ઉપયોગ કરી પવિત્ર ફરજ નિભાવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અજયપ્રકાશના માર્ગદર્શન તળે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.આર. ગોહીલ, ૯૦-સોમનાનથના ચૂંટણી અધિકારી પ્રદિપસિંહ રાઠોડ, ૯૧-તાલાળાનાં ચૂંટણી અધિકારી ભાવનાબા ઝાલા, ૯૨-કોડીનારના ચૂંટણી અધિકારી એસ.ડી. પટેલ, ૯૩-ઉનાના ચૂંટણી અધિકારી મહેન્દ્ર પ્રજાપતી, નાયબ કલેકટર ભાવેષ ખેર ચૂંટણી નાયબ મામલતદાર ડોડીયા, સીસોદીયા, મનનભાઇ ઠૂંમર સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારી/કર્મચારીઓ મત ગણતરીની સુચારૂ વ્યવસ્થા માટે કાર્યરત છે.