વડાપ્રધાન મોદીના ભાષણમાં દેખાયો ત્રિશંકુ પરિણામોનો ડર!

703

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે એરપોર્ટના નવા ટર્મીનલના વિસ્તારનો પાયો નાખી સુરતમાં વિકાસ કાર્ય ઝડપી કરવાનો વાયદો કર્યો હતો. ત્યારબાદ એક જનસભા સંબોધન કરતા તેમણે આગામી લોકસભાની ચુટણી માટે પૂર્ણ બહુમતી માટે સરકારનું તિર છોડ્‌યું છે.

તેમણે સંબોધનમાં જણાવ્યું છે કે ૨૦૧૪ની લોકસભા ચુટણીમાં ભારતીય જનતા પક્ષને પૂર્ણ બહુમતી મળવાના કારણે દેશમાં પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે. પૂર્ણ બહુમતની સરકાર આવવાથી દેશને ત્રિશંકુની ૩૦ વર્ષની બીમારીથી છુટકારો મળ્યો છે. ઉડે દેશનો સામાન્ય નાગરીક (ેંડ્ઢછદ્ગ) અને આવાસ યોજના હેઠળ લોકોને ફાયદો થવાથી પીએમએ કહ્યું કે આ યોજનાઓ કોઇ એક વ્યક્તિ કે પક્ષના કારણે નથી પરંતુ ચુટણીમાં પૂર્ણ બહુમતી મળવાથી થઇ શકી છે.

તેમણે જણાવ્યું કે પરિવર્તનનો સમય લોકોના મતની તાકતના કારણે છે. ના કે મોદીની તાકાતને કારણે. પીએમએ કહ્યું કે ૩૦ વર્ષ સુધી દેશમાં જોડ-તોડથી સરકાર ચલાવવાના પ્રયત્નો થતા હતા.

પીએમએ જણાવ્યું કે લોકોના એક-એક મતથી પૂર્ણ બહુમતથી દેશને ત્રિશંકુની ૩૦ વર્ષની બીમારીથી છુટકારો મળ્યો છે. પીએમએ યુવા પેઢીથી એ શિખવા કહ્યું કે બહુમતથી આવેલ સરકાર સખ્ત અને મોટા નિર્ણયો લઇ શકે છે.

અને હિંમતની સાથે દેશને આગળ વધારી શકે છે. તેમણે કહ્યું કે પૂર્ણ બહુમતની સરકારની તે જવાબદારી હોય છે કે દેશને પ્રગતિની તરફ લઇ જાય.

Previous articleઆશારામ આશ્રમને સીએમ રૂપાણી સહિત અન્ય મંત્રીઓએ પણ શુભેચ્છા પત્ર આપ્યા હતા
Next articleસ્પષ્ટ બહુમતિ નહિં હોય તો પ્રધાનમંત્રી જાહેર કરે કે સરકાર નહી બનાવે : કોંગી નેતાઓના સવાલ