રાજકોટમાં ૧૦૦ ઝૂંપડામાં ભીષણ આગ

715

રાજકોટની ભાગોળે આવેલા ઝૂપડપટ્ટી વિસ્તાર એવા કુબલિયાપરા વિસ્તારમાં અચાનક આગ લાગી હતી. સમગ્ર વિસ્તાર ગીચ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જોતજોતામાં ૧૦૦ જેટલા ઝૂંપડાં આગની ઝપેટમાં આવી ગયા હતા. આગની ઝપેટમાં ૩૦૦૦થી વધુ લોકો પ્રભાવિત થયા છે.  ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક વિગત પ્રમાણે કુબલિયાપરામાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભીષણ  આગ લાગી હતી.

આગ એટલી ભયાનક હતી કે આસપાસના ૧૦૦ જેટલા ઝૂંપડાને ઝપેટમાં લઇ લીધા, જો કે આગની ઘટના બપોરના સમયે બની, જેના કારણે અહીં રહેતા ગરીબ લોકો જેઓ મોટાભાગે મજૂરી કામ કરે છે તેઓ કામ પર ગયા હતા આથી જાનહાની થઇ નથી.

હાલ જાનમાલના નુકશાન અંગે સમાચાર મળ્યા નથી. પરંતુ મોટી સંખ્યામાં ઝૂંપડામાં રહેલો ઘરવખરીનો સામાન બળીને ખાક થઇ ગયો છે.  તો ફાયર ફાયટર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

Previous articleઠંડા પવનથી ૪૦% મોર ખરી પડતા કેસર કેરી મોંઘી મળશે
Next articleગાંધીજીએ મીઠાના સત્યાગ્રહને હથિયાર બનાવતા અંગ્રેજ સરકાર હચમચી હતી : નરેન્દ્રભાઈ મોદી