સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન અને ત્યાર બાદ વિનસ હોસ્પિટલના લોકાર્પણ કર્યુ હતું. તેઓ હવે દાંડી મ્યૂઝિયમને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. તેમણે અહીં આખા મ્યૂઝિયમની વિઝીટ કરી હતી.
તેમણે અહીં એક એક વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે પૂજ્ય બાપુની અહીં બનાવાયેલી ૧૮ ફૂટની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દાંડી યાત્રાનું દ્રષ્ય જે અત્યાર સુધી માત્ર પુસ્તકોમાં હતુ, તે દ્રશ્ય હવે પહેલીવાર જમીન પર જોવા મળી રહ્યું છે. ત્યારે મહાત્મા ગાંધીજીની ૭૧મી પુણ્યતિથિ નિમિત્તે આ દાંડી મ્યૂઝિયમનું ઉદઘાટન ગુજરાત માટે યાદગાર બની રહેશે.
આજથી આવતીકાલથી આ સ્મારક ખુલ્લુ મૂકાશે. ત્યારે પીએમ મોદીએ આખા મ્યૂઝિયમ ની ચાલીને મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે આંદોલન માં ભાગ લેનાર ચળવળકારી ઓની પ્રતિમાઓની વચ્ચે ચાલીને પણ નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ ગાડી દ્વારા વૃક્ષોના રૂપે લગાવેલ સોલાર પેનલનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
તેમણે આ મેમોરિયલની એક એક વસ્તુનું ઝીણવટભર્યું નીરિક્ષણ કરવામાં ચૂક્યા ન હતા. કારણ કે, આ પ્રોજેક્ટને તેમણે ખુદ મંજૂરી અપાવી હતી અને જલ્દી જ આ કામ પૂરુ કરવાનું સૂચન આપ્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાથે રહ્યા હતા.