એચડીએફસી બેંક રાજકોટમાં જોશ અનલિમિટેડ ર૦૧૭નો શુભારંભ કર્યો

915
guj14122017-1.jpg

એચડીએફસી બેંક લિ.એ આજે રાજકોટમાં તેના કર્મચારીઓ માટે તેની વાર્ષિક રમતગમત સ્પર્ધાની ૬ઠ્ઠી આવૃત્તિ લોન્ચ કરી હતી. આ ઈવેન્ટ જોશ અનલિમિટેડ તરીકે ઓળખાતી હોઈ બેન્કના કર્મચારીઓ માટે ક્રિકેટ, ફુટબોલ, બેડમિન્ટન, થ્રો બોલ, એથ્લેટિક્સ, કેરમ, ચેસ અને ટેબલ ટેનિસ વગેરે જેવી ઘણી બધી રમતોમાં ભાગ લેવા માટે મંચ આપે છે. આ સ્પર્ધાનું આયોજન દેશભરમાં ૩૦ શહેરમાં કરાયું હતું.રાજકોટમાં જ્યોતિસી એનસી ઓટોમેશન લિમિટેડ, પ્લોટ ર૮૩૯, લોધિકા જીઆઈડીસી, મેરોડા, રાજકોટ ખાતે યોજાઈ હતી. ૪૦૦થી વધુ કર્મચારીઓ અને તેમના પરિવારોએ રાજકોથી સાથે સાથે પાડોશી જિલ્લાઓમાં અમરેલી, દ્વારકા, ગોંડલ, જામનગર અને જુનાગઢમાંથી ભાગ લીધો. જોશ અનલિમિટેડનું ઉદ્દઘાટન સિન્ટેક્સ કોટન-કોચ એન્ડ પ્લેયર ફોર રણજી ટ્રોફી અને રિયાઝ પીરભાઈ, સર્કલ હેડ-સૌરાષ્ટ્ર અને કચ્છ, એચડીએફસી બેંક દ્વારા કરવામાં આવ્યું હતું. જોશ અનલિમિટેડ દેશમાં કર્મચારીઓ માટે સૌથી વિશાળ રમતગમત ઈવેન્ટમાંથી એક છે. ગયા વર્ષે એચડીએફસી બેંકના ૧૭,૦૦૦થી વધુ કર્મચારીઓએ પાંચ મહિનાના સમયગાળામાં ર૭ સ્થળે આયોજીત સ્પર્ધામાં ભાગ લીધો હતો.

Previous articleકેન્દ્રીય કૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલા માણસા ગામની મુલાકાતે
Next articleરાજ્ય સરકારના મેડીકલમાં દવા ન મળતા લોકોનો હોબાળો