મોડેલ સ્કુલ જાફરાબાદ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી

631

મોડેલ સ્કુલ જાફરાબાદમાં ૭૦માં પ્રજાસત્તાકદિનની વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ કરણભાઈ બારૈયા હાજર રહી ડબલ ડોરનું ર૩૦ લિટરનું ફ્રિજ, નગર પાલિકાના પ્રમુખ કોમલબેન સરમણભાઈ બારૈયાએ પ૦ બ્લેકેટ, સોનલબેન બારૈયા તથા મંજુબેન કોલડિયા તરફથી ૩ઢ બ્લેકેટ, હિરેનભાઈ લખમણભાઈ જોગદિયા તરફથી રપ સ્પોર્ટ ટ્રેક હોસ્ટેલની દિકરીઓને અર્પણ કરેલ. આ ઉપરાંત માયાભાઈ મકવાણા, રમેશભાઈ ચુડાસમા, ધર્મેન્દ્રભાઈ ગોસ્વામી, કપિલભાઈ વ્યાસ, લખમણભાઈ જોગદિયા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી શાળાની શોભા વધારી હતી અને આ મહેમાનોએ વિવીધ કૃતિઓ માટે બાળાઓને કુલ રૂા. ૬,૦૦૦ જેટલા ઈનામો આપેલ હતાં. શાળાના આચાર્ય એસ.ડી.સોસા બે શાલ ઓઢાડી સ્વ્ગત કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવામાં કાજલબેન બાંભણીયા, દિલીપભાઈ જાદવ, કિશોરભાઈ બગીયા તથા ભરતભાઈ મહિડાએ જહેમત ઉપાડી હતી.

Previous articleકડીયાળી ગામે સફાઈ અભિયાન
Next articleખેડુત સંઘર્ષ સમિતિની ઉપવાસ છાવણીની મુલાકાતે સંજયસિંહ ગોહિલ