ગાંધીજીના રચનાત્મક કાર્યો વિષયે ગત તા. ૧ર જાન્યુઆરીએ યોજાયેલ ચિત્ર કાર્યક્રમ ભાગ લીધેલ ર૦૦ બાળ ચિત્રકારોની શ્રેષ્ઠ ર૬ કૃતિને પસંદ કરવામાં આવેલ. ગાંધી ૧પ૦ પ્રસંગે ગાંધી જીવનનું દર્શન આપતા ઉત્તમ ચિત્રોને લઈ એક વર્કશોપ તા. ર૮ જાન્યુઆરીએ યોજાયો હતો. શહેરના જાણીતા ચિત્રકાર અશોકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ર૬ પ્રાથમિક શાળાના બાળકોએ માર્ગદર્શન શિક્ષકો સાથે ઉત્તમ ચિત્રો દોર્યા હતાં. જેમાંથી વર્ષ ર૦૧૯-ર૦નું કેલેન્ડર તૈયાર થનાર છે. શહેર નગરપાલિકાના વિદ્યાર્થીઓની રચનાત્મકતાને સમગ્ર ગુજરાતમાં વિસ્તારવાના સતત પમાં વર્ષના પ્રયત્ન સફળ થઈ રહ્યો છે.