સિહોર નગર પાલિકા દ્વારા જે તે સમયે ગુજરાત સરકાર દ્વારા ખુલ્લા ઉકરડા કે જે નિયમિત પણે નિકાલ ન કરી શકાય તેવા ખુલ્લા ઉકરડાનાં પોઇન્ટ પર કચરા પેટી મુકવામાં આવી છે, પરંતુ આવી કચરા પેટી અંદર પ્લાસ્ટિક, સુકા – ભીના કચરા વિગેરે એકઠા થતાં કચરા ભરેલી પેટીનો કાયમી નિકાલ કરવાની જવાબદારી સેનીટેશન વિભાગ દ્વારા નહીં નિભાવવાનાં કારણે શહેરભરમાં આવેલ આશરે એકસો જેટલી કચરા પેટી પૈકીનીં મોટાભાગની પેટીનો કચરો સળગાવી દેવાતો જોવામાં આવે છે, જેની અંદરથી બળતું પ્લાસ્ટિક કે જે સળગાવવાની બાબત સુપ્રીમ કોર્ટે પ્રતિબંધીત જાહેર કરેલ છે, જે આરોગ્યને અતીશય હાનિ કરતાં છે જ સાથે ગંદકી-કચરો બળતો હોય તે બાબતે નગરપાલિકાના આરોગ્ય વિભાગનીં સંપૂર્ણ જવાબદારી થતી હોય અને તેમાં પણ ઉપરોક્ત કચરા પેટી શહેરના હાર્દ સમા અમદાવાદ રોડ પર આવેલ ત્રિકોણ બાગની દિવાલે જ મુકવામાં આવેલ છે, આ બાગમાં ફરવા આવતી શહેરની જનતા અને બાજુમાં આવેલ સરકારી શાળાના સ્વાથ્યને નુકસાનકારક થઈ રહ્યું હોવા છતા આ બાગમાં એક જવાબદાર કર્મચારી ને પગાર ઉપરાંત રહેવા માટે ક્વાટર સાથે લાઇટ, નળ, ગટરની મફત સુવિધા પણ નગર પાલિકા દ્વારા પુરી પાડવામાં આવે છે ત્યારે કમસેકમ બાગનીં દિવાલે મુકવામાં આવેલ પેટીનું ધ્યાન પણ આ કર્મચારી દ્વારા રાખવામાં આવતું નથી.