ઓલ ઈન્ડિયા વાડો-કાઈ કરાટે ડો.એસોસીએશન દ્વારા દર વર્ષે ગુજરાત સ્ટેટ વાડો-કાઈ કરાટે ચેમ્પિયન શીપનું આયોજન કરેલ છે. આ વર્ષે પણ સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર, રસાયણ, ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ વાડો-કાઈ કરાટે ચેમ્પિયનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચીફગેસ્ટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ એગ્રીકલ્ચર મીનીસ્ટર પરશોત્તમભાઈ રૂપાલા અને રજનીકાન્ત રજવાડી ઉપસ્થિત રહ્યાં હતા. આ સ્પર્ધામાં ગુજરાતના તમામ શહેરોમાંથી કુલ ૪૩ર કરાટેના ચુનંદા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલયના પ્રાથમિક વિભાગના ૧૪ વિદ્યાર્થીઓએ સેનસાઈ કમલ એચ. દવે પાસે સ્પર્ધાત્મક તાલીમ મેળવી ગુજરાત સ્ટેટ વાડો-કાઈ કરાટે ચેમ્પિયન શીપમાં ભાગ લઈ ૪ ગોલ્ડ મેડલ, ૪ સિલ્વર મેડલ અને પ બ્રોન્ઝ મેડલો મેળવ્યા હતા. ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓને સ્વામિનારાયણ ગુરૂકુળના નિવૃત્ત આચાર્ય હરદેવસિંહ ગોહિલના હસ્તે મેડલ પહેરાવી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.