સુરતની એક દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાનએ ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં હાજરી આપી છે. અને સંબોધન કરી લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા છે. આ સભામાં રિવોલ્વિંગ સ્ટેજ પર સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે દેશમાં પ્રથમ વખત આ પ્રકારના સ્ટેજ પર સંબોધન કરાયું હતું. સુરતમાં ‘ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવ’ કાર્યક્રમમાં ૧૫ હજારથી વધુ પ્રોફેશનલો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતચીત કરી છે. અમેરિકાના મેડિસન સ્ક્વેરની થીમ પર સુરતના ઈનડોર સ્ટેડિયમમાં રિવોલ્વિંગ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. જે ૬ મિનિટમાં એક રાઉન્ડ ફરે છે. સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મોડું થવા બદલ ક્ષમા માગું છું. સુરતમાં આ મારો ચોથો કાર્યક્રમ છે, તમે થાક્યા તો નથી ને, કારણ કે હું થાકતો નથી.
સંબોધનમાં વડાપ્રધાનએ કહ્યું કે મને રોવા અને રોવડાવતા નથી આવડતું. સુરતની આ ભૂમિ વેપારીઓની છે. વડાપ્રધાને કહ્યું કે એક સમયે દેશમાં એવી માનસિક્તા હતી કે લોકોને લાગી રહ્યું છે કે કશું બદલી નહીં શકાય. અમે સૌથી પહેલા આવીને એવી માનસિક્તાને જ બદલી, હવે બધુ બદલાઇ શકે છે. કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે સવાલ-જવાબ પણ થયા, જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે અગાઉની સરકારમાં ૨૬/૧૧ની ઘટના બની, એ સમયે મીણબતીઓ સળગાવાય, પરંતુ અમારી સરકારમાં ઉરીની ઘટના બની, અમે ઇંચનો જવાબ પથ્થરથી આપ્યો, અમે સર્જિકલ સ્ટ્રાઇકથી જવાબ આપ્યો.
કોંગ્રેસ મુક્ત ભાજપ અને મહાગઠબંધન વિષેનો જવાબ
ડો. નિશિલ શાહે પુછેલા સવાલના જવાબમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું સામાન્ય પરિવારમાંથી આવું છું. મારે ગુમાવવા જેવું કશુ નથી. મારી કોઈ જાગીર નથી એટલે ડર પણ નથી. અને મેં ઉપરથી શરૂ કર્યુ છે ઝડપથી નીચે આવશે. પહેલા ચાર ચાર પેઢીથી શાસન કરનારાના નામ લેતાં પણ લોકો ડરતાં. આ લોકોએ દેશને ૧૮ મહિના જેલમાં તબદીલ કર્યો હતો. આ લોકોને ચા વાળાએ પડકાર ફેંક્યો છે જે તેમને ગમતું નથી. પરંતુ આજે આ લોકો જામીન પર ફરે છે તમે જાણો છો. દરબારી લોકો પણ કોર્ટના ચક્કર કાપે છે. આ લોકોને વહેલા મોડું જેલ જવું પડશે. જેમણે દેશને લૂંટ્યો છે તેમને એક એક પાઈ પરત આપવી પડશે. પહેલા પણ બેઈમાનો ભાગતા પરંતુ હવે ભાગેડુઓની વિશ્વ આખામાંથી સંપતિઓ પાછી લેવાની કાર્યવાહી ચાલી રહી છે. આમ કહી ચૂંટણીમાં શું થશે તેમ લોકોને સવાલ પુછ્યાં હતાં. જેમાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યાં હતાં.
વિશ્વગુરૂ બનવા જઈ રહ્યા છીએ ત્યારે યુવાનોને શું સંદેશ?
ઉર્મિલા બારોટે પુછેલા સવાલનો જવાબ આપવા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, એક ટોલી હતી જે બોલી નહોતી પણ એવું માનતા હતા કે, મોદીને ગુજરાતવાળા ઓળખે છે. બીજુ કોણ ઓળખે જ છે. બીજેપીને બહુમત નહીં મળે. એટલી મહેનત કરી, તર્ક કર્યા, અફવાઓ ફેલાવી પણ લોકોના ગળે ન ઉતરી, માત્ર મોદી જ ગળે ઉતરી ગયા. ૨૦૧૩-૧૪માં મહેનત કરી પણ ફળ ન મળ્યું.
અપમાન મહેસૂસ કરતા હશે. નીચા દેખાડવા મહેનત કરી જે નેગેટીવીટીનું કારણ છે. સાચી વાતો કરો તો નેગેટીવીટી પણ પોઝીટીવીટીમાં આવી જશે. જે ત્રણ લાખ કંપનીઓને બંધ કરાવી દીધી તે મોદી બેકાર આદમી છે એવું જ કહેશે. ૬ કરોડ ભૂતીયા રાશનકાર્ડ બંધ કરી દીધા. વચેટીયાઓની દુકાન બંધ થઈ ગઈ. ૯૦ હજાર કરોડ રૂપિયા જેના ખીચ્ચામાં જતા હતા તે બંધ થઈ ગયા તે નેગેટીવીટી જ ફેલાવશે. નેગેટીવીટી કરનારને તેને મુબારક. મે દંશના હિતમાં પૂર્ણ પવિત્રતાથી જ કામ કર્યું છે. અને પીએમ મોદી યુવાનોને નમો એપ ડાઉનલોડ કરવા અપીલ કરી હતી. અને પોઝીટીવીટી ફેલવવામાં જણાવ્યું હતું.
ભારતનું ભવિષ્ય કેવું લાગે છે?
કલાકાર શીખા નારંગના સવાલના જવાબમાં મોદીએ કહ્યું કે, ભારતનું ભવિષ્ય ઉજજ્વળ દેખાય છે. ભવિષ્ય શાનદાર, જાનદાર, જોરદાર છે. વિશ્વમાં ડંકો વાગે છે. અમે કશું કર્યુ નથી અમે હક્ક મેળવ્યો છે. યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયામાં કેનેડામાં ભારતનું નામ ગુંજે છે. લોકો યોગના માધ્યમથી નાક પકડવા લાગ્યાં છે. ભારતે ઈઝ ઓફ ડૂઈંગમાં ૭૭મો ક્રમ મેળવ્યો છે. અમે વિશ્વમાં લડતા લોકો સાથે પણ દોસ્તી કરી ઈઝરાયેલ અને સાઉદી આપણા મિત્ર છે.
વોટબેંકની રાજનીતિ વગર કેમ કામ થઈ શકે?
સીએ વિરાજ દિવાનના સવાલનો જવાબ આપતાં મોદીએ કહ્યું કે, અમારા માટે દળથી મોટો દેશ છે એટલે આટલો ટૂંકો જવાબ પણ આપી શકાય. પરંતુ અમે દેશ માટે કંઈક કરવા માંગીએ છીએ. દેશના રાજનેતાઓની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી. બેંક એકાઉન્ટ ખોલાવ્યાં, સેનિટેશનની વ્યવસ્થા વગેરે કરી. લોકોએ મને એન્જોય કરવા નથી મોકલ્યો મજૂરી કરવા માટે મોકલ્યો છે. દેશ માટે જે કરી શકું તે કરવા પાછળ નહીં પડું.