સિહોરમાં વાસણની દુકાનના ઓટલા પરથી થેલો ઉઠાવી ચોરીનો પ્રયાસ

713

સિહોરમાં ભર બપોરે પોણા ચાર વાગ્યાના સુમારે એક વાસણ ના હોલસેલ વહેપારી ના નાણાકીય વહેવાર અંગે તેનો માણસ વિશાલ કે જે બેંકના કામે મોકલેલ  તે બેન્ક ના કામે હોંશે ગયો હતો પણ પ્રતિષ્ઠિત વહેપારી ના માણસ અને તેનો થેલો થોડો ખાલી હોય ત્યારે કોઈ અજાણ્યા ૩ શખ્સો દ્વારા રેકી કરી હતી અને બેન્ક માંથી પરત આવ્યા (વહેપારી ના જણાવ્યા મુજબ ) બાદ મારા કારીગર ને શર્ટ માં કોઈ પદાર્થ નાખતા એકદમ ખજવાળ આવવા લાગતા તે તરતજ વોશરુમ માં ગયેલ ત્યાં આંખના પલકારામાં એક શખસ થેલો ઉઠાવી જતો રહેલ ત્યારે આ અંગે તપાસ કરતા આ શખ્સ એકલો નહિ પરંતુ ૩ વ્યક્તિઓ હતા અને તે મારા કારીગર નો પીછો કરી છેક મારે ગોડાઉન સુધી પહોંચી ગયા હતા ત્યારે દુકાનના સી.સી.ટી.વી.માં ચેક કરતા આ શખ્સ થેલો લઈ મેઈન બજારમાં દોડવા લાગેલ અને છેક સુધી મેઇન બજાર ના વહેપારીઓ ના સી.સી.ટી.વી. ફૂટેજ તપાસતા તે ટીનેજર્સ હોય પણ તેની સાથે આવેલ અન્ય ૨ વ્યક્તિઓ બાઈક લઈ આવ્યા હોય અને બાઈક ના નંબર છુપાવવા પ્લાસ્ટિકની બેગ ત્યાં લગાડી હતી આમ પલકારા માં છુંમતર થઈ જતા આ વહેપારી દ્વારા તરતજ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી જઇ તપાસ હાથ ધરી હતી ત્યારે આ વ્હેપારીનો થેલો થોડા કલાકો બાદ ટાણા રોડ પર આવેલ જાળીયા પાસેથી મળી આવ્યો હતો અને થેલા માં પાસબુક, ફાઈલો યથાવત હોય ત્યારે કેટલી રકમ ગઈ તે વહેપારી દ્વારા જણાવેલ નથી આ વહેપારી વણિક હોય બુદ્ધિપૂર્વક જાણવા છતાં કઈક છુપાવી રહયા હોય તેવું  ચર્ચાઈ રહ્યું છે.

આ વેપારી દ્વારા જણાવેલ કે થોડા દિવસ પહેલા એટલેકે ૨૮/૧/૧૯ ના રોજ બોટાદ માં પણ આવો બનાવ બન્યો હતો તેના વિડિઓ પણ મારી પાસે છે અને આજ વ્યક્તિઓ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પણ  ધોળા દિવસે ચોરી નો પ્રયાસ અચાનક વહેપારી ના પીતાં મોબાઈલ માં થેલો જાળીયા પાસે બિનવારસી પડયાનો ફોન આવવો થેલા માં કોઈ પણ જાતના મોબાઇલ નંબર નહિ હોવાનું જણાવેલ છતાં ફોન આવવો કઈક તો આ ઘટના માં છુપાવાઈ  રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Previous articleસ્વામિનારાયણ વિદ્યાલયના બાળકો કરાટેમાં રાજ્યકક્ષાએ ઝળક્યા
Next articleબુટલેગર પાસેથી રપ હજારની લાંચ લેતા જમાદાર મયુર ગઢવી ઝડપાયા