બોરળતવા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. કે.એમ.રાવલના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્ઝ પો.સબ ઈન્સ બી.કે.પરમાર ડી.સ્ટાફના કે.યુ.ડોડીયા, એચ.બી. ગોહિલ, ડીસી. સાંકળીયા, હિરેનભાઈ લાભશંકરભાઈ મહેતા, ભીખુભાઈ બુકેરા, પૃથ્વીરાજસિંહ દીલુભા ગોહિલ, નીલમબેન વીરડીયા વિગેરે પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી-જુગારના બનાવો બનતા હોય જે અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ હિરેનભાઈ મહેતા તથા ભીખુભાઈ અબ્દુલભાઈ બુકેરાએ સંયુકત બાતમીદાર દ્વારા હક્કિત મળેલ કે કુંભારવાડા, નારી રોડ રામદેવનગર શેરી નં.રમાં નરેશ ઉર્ફે અદો બાબુભાઈ ચૌહાણ ઈંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે. તેવી બાતમી મળતા પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા રહેણાંક મકાનમાં તપાસ કરતા એક ઈસમ પોલીસ તથા પંચોને જોઈન ાસી ગયેલ તેના રહેણાંક મકાનની અંદર તપાસ કરતા વિદેશી દારૂ બોટલ નંગ-૯ કિ.રૂા. ર૭૦૦/-ના મુદ્દામાલ મળી આવેલ અને ઈસમ નાસી જવામાં સફળ થયેલ.