મહાપાલીકા રેકવીઝેશન બેઠકનું સુરસુરીયું

971

ભાવનગર મહાપાલિકાના જનરલ બોર્ડ અને રેક્વીઝેશન બેઠક મેયર મનભા મોરીના અધ્યક્ષ પદે મળેલ આ બેઠકમાં કમિ. ગાંધી, નાયબ કમિ. ગોવાણી વિગેરે હાજર રહેલ.

બોર્ડ બેઠકની શરૂઆતમાં પ્રશ્નોતરીમાં કોંગીના ભરત બુધેલીયાએ આરોગ્ય કેન્દ્રો તેમાં સુવિધા અને સરકારની યોજના મુદ્દે સવાલો પુછ્યા હતા આ મુદ્દાના તંત્રે જવાબો કર્યા હતા. હરેશ મકવાણાએ પ્રોપર્ટી અને ભાડના પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેટલાક સભ્યોએ માર્કેટ રીપેરીંગો બાબતની વાત કરેલ લોન દેવાતી નથી તો કેટલાક સભ્યોએ આરોગ્ય કેન્દ્રમાં વજન કાંઠા નથીની વાત જણાવી.

કુંભારવાડાના રોડ રસ્તાના કામો થતા નથી. અલ્ટ્રાટેક કંપની મુદ્દે પણ કેટલાક સભ્યોએ રજૂઆત કરેલ. આ મુદ્દે કમિશ્નરે તપાસ કરવા મેયરે જણાવેલ અને આપણી તુમાર રીફર બેગ કરાયો હતો. મળે બોર્ડ બેઠકમાં શિક્ષણના સભ્યોના માનદ વેતન મંજુર કરવાની સત્તા છે ખરી એવો પ્રશ્ન કોંગીના રહીમ કુરેશીએ ઉઠાવી તંત્રને આડે હાથ લઈ એક પછી એક પ્રશ્નો ઉઠાવ્યા હતા.

કોર્પોરેશન બોર્ડમાં કેટલાક અન્ય પ્રશ્નો રજૂ થયા હતા. જે ઠરાવો અંગે અભયસિંહ ચૌહાણ, સુરેશભાઈ ધાંધલ્યા, રહીમભાઈ કુરેશી, અરવિંદ પરમાર, જીતુ સોલંકી, પારૂલ ત્રિવેદી, ઘનશ્યામભાઈ ચુડાસમા, કાંતિભાઈ ગોહિલ, ડી.ડી. ગોહિલ, ઈકબાલ આરબ, રાજુભાઈ પંડ્યા, કુમારભાઈ શાહ વિગેરેએ ચર્ચામાં ભાગ લઈ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.

કોંગ્રેસના સભ્યોમાં જયદિપસિંહ ગોહિલ અને રહીમ કુરેશીએ કેટલાક મહત્વના સવાલો ઉભા કર્યા હતા. બેઠકમાં વહિવટી ચાર્જ બાબતે પણ કેટલાક સભ્યોએ ઉગ્રતાપૂર્વકની રજૂઆતો કરી હતી. બેઠકમાં મોટાભાગના ઠરાવો બોર્ડમાં સર્વાનુમતે પાસ થયેલ. આ પછી કોંગીના સભ્યોએ મુકેલ રેકવીઝેશન બેઠકમાં વેરો પાછો ખેંચવાની દરખાસ્ત મુકેલ જે રજૂઆત બોર્ડમાં રજૂ થયેલ. જેમાં કોંગીના જયદિપસિંહ ગોહિલે જણાવ્યું કે, વેરો ઘટાડવાની વાત કરી અન્ય શહેરો કરતા વધુ ટેક્ષ લેવાય છે. આવા ટેક્ષના ભારણ નીચે લોકો દબાઈ રહી છે.

તેમણે ટેક્ષ મુદ્દે વિગતે ચર્ચા કરેલ ટેક્ષ ઘટાડો તો લોસ જતો નથીની વાત કરેલ. તેમણે આવક સાથે લોકોની સગવડો પણ વધતી જોવે, તેમણે પાણી વિગેરેની આવકના સાધનો ઉભા જોવે તંત્રે અઢાર કરોડની વાત કીધી તે સામે જયદિપસિંહ ગોહિલે લાઈટ બીલની પણ વાત કીધી હતી. ટેક્ષના ભાવો શું કામ વધારો છો તમે સુશાસન કહો છો તો ટેક્ષ ઘટાડો દયોને જયદિપસિંહ ગોહિલે ઓકટોયની રકમ અત્યાર સુધી કેટલી આવે છે. તંત્રે મહિના વાર રૂા. ત્રણ કરોડ ૧૯ લાખ જેવી રકમ મળવાની વાત કરેલ. આ વિગત એકાઉન્ટ વિભાગે બોર્ડમાં આપેલ. જયદિપસિંહે સરકાર પાસેથી લેવા પાત્ર રકમની માંગણી કરવી જોવે તેમણે જીએસટીની વાત પણ કરેલ. ટેક્ષ ઘટાડવા માંગો છો કે નહીં તે મુદ્દાની વાત કરેલ. જો ટેક્ષ ઘટાડો નહીં કરો તો અમે ઘરે ઘરે જશું. આ વાત તો ચૂંટણીલક્ષી છે તેમ રાજુ પંડ્યાએ જણાવેલ. તેમણે ટેક્ષની ડિમાન્ડ વધારતા જતા હોવાની વાત કરેલ. જયદિપસિંહને વાત કરવા દયો સભ્યો શાંતિ જાળવે. ગોહિલે તંત્રે હાલમાં આવક કેટલી કરી તેની વિગત માંગેલ. તંત્રે હરાજી સહિતની આવકની કેટલી થઈ તેની વિગત માંગી આવક નથી થતી એટલી તંત્ર જાવક કરે છે, તેની તેમણે ચોક્કસ વિગતમાં છાપાની જાહેરાતોની પણ વાત કરેલ. તંત્ર આવક કરે તો ટેક્ષ વસુલવો જ ન પડે, સોસાયટી, ડ્રેનેજ લાઈનો વિગેરેનો બાકી ટેક્ષો વસુલવા અને આવક વધારવાના જયદિપસિંહ ગોહિલે કેટલાંક સુચનો કર્યા હતા. તેમણે સ્ટાફ પણ પુરો હોવાની વાત જણાવી ઉઘરાણી શું કામ નથી કરી શકતા હાઉસ ટેક્ષ પુરો કેમ ઉઘરાવી શકતા નથી તેવી રજૂઆતો વિપક્ષ દ્વારા કરવામાં આવેલ. મોટી મિલ્કતોના પૈસા કેમ વસુલાતા નથી તેવો પ્રશ્ન પણ તેમણે તંત્ર સામે ઉઠાવ્યો.

કોની પાસે કેટલી મોટી રકમો બાકી છે તેનો તંત્રે જવાબ દેવો જોવે તેવી માંગ અભયસિંહ ચૌહાણે કરી. સરકારી તંત્ર પાસે મોટી રકમો બાકી હોવાની વાતમાં તંત્રે રેલ્વે, જવાહર મેદાન વિગેરેનો ઉલ્લેખ કર્યો. તંત્રે જેટલી સાચી વિગત હોય તે જ વાત કરજો તેમ અભયસિંહ ચૌહાણે જણાવ્યું. અન્ય કોઈની સાથે સરખામણી નો કરતા, મોટા વિભાગો ચાલે તે શું કામ ચલાવવા જોવે. સુરેશભાઈ ધાંધલ્યાએ વેરા મુદ્દે કાયદાકિય પ્રશ્ન ઉઠાવ્યો. કમિશ્નરે આવા પ્રશ્નમાં તંત્રની કેટલીક વિગત જણાવી. સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાએ બાકી વસુલાતો આવવી જોવે આપણી પાસે ઘણો સ્ટાફ પણ છે તેમ જણાવ્યું હતું.

ખેતીનો ટેક્ષ લઈ શક્તા નથી તો ડિમાન્ડ શું કામ ઉભી કરી તેનો અભયસિંહ ચૌહાણે તંત્ર સામે સવાલ ઉભો કર્યો. તેમણે તંત્રની શક્તિ વેડફાયાની વાત કરી દુઃખ વ્યક્ત કર્યુ. કાયદામાં જોગવાઈ નહોતી તો આવો ખેતીનો ટેક્ષ કોણે આ કાર્યો તમે સાચી દિશામાં વાત કરો ખોટી વાત ચલાવી નહીં લેવાય. અત્યાર સુધીમાં ખેતીની કેટલા ખાતા પડ્યા. ઈસ્કોન સિવાય કેટલા ખેતીના ખાતા પડ્યા. અમે ગળામાં ફાડીને આવી રજૂઆત કરીએ છીએ જવાબો આપો તેમણે ૯૭ની વાત કરી. રહીમ કુરેશીએ પણ ખેતી બાબતની જમીનની વાત કરેલ. મેયર સાહેબ તમે કાળીયાબીડનું કાંઈ નથી થવાનું એવી રજૂઆત ભરત બુધેલીયાએ વોર્ડમાં વાત કરી.

નેતા વેરો ઘટાડવાનો નથી તમારે ગુપ્ત વાત થઈ ગઈ છે તેવી રાજકિય ટકોર રાજુભાઈ પંડ્યાએ કરી. લેવા પાત્ર થતો ટેક્ષ લેતા નથી. નાના માણસોને હેરાન કરો છો. આ ટેક્ષ આપણો ડબલ ટેક્ષ છે. અમારા સુચનો ભાવનગરના હિતમાં છે. પાણી વેરો નથી ચાર્જ છે તેમ દેવમોરારીએ જણાવ્યું.

(૧) પાણી વેરો ૯૦૦ કરો જયદિપસિંહની માંગ, (ર) સુરેશભાઈ ધાંધલ્યાએ સ્વભંડોળની આવકની વાત કરી. ઓક્ટ્રોય દસ ટકા વધારાનો પરિપત્ર છે ખરો. રાજકોટ જામનગરમાં સફાઈ વેરો કેટલો લેવાય છે. કારપેટ એરીયાની વાત કરી, બેઝીક દરોનો ઉલ્લેખ કર્યો. લાંબી ચર્ચા નહીં અન્ય શહેરો કરતા દર ઓછા છે. સુરેશભાઈએ બધા શહેરોની સરખામણીમાં ભાવનગરમાં સામાન્ય ટેક્ષ છે. ટેક્ષમાં નવી આવકના સુરનો ઉભા કરવા જોવેની માંગ ઉઠાવી. અરવિંદ પરમારે કોર્પોરેશન પર હાલમાં દેવું કેટલું છે. તંત્રે જવાબ દીધો ૮પ કરોડનું દેવું છે. ૧૯પપથી લોન ચાલી આવે. ટેક્ષના મોટા બીલો આવ્યા છે, તે બીલોના હપ્તા કરી આપવાની કાંતિભાઈ ગોહિલે માંગણી કરેલ. જેટીંગ મશીન રોડ પર પડેલું છે. રહીમ કુરેશીએ એક ફાઈલ મુદ્દે ડેટાની ફાઈલ ગુમની વાત કરી કેટલાક અધિકારીના જવાબને પડકાર્યો હતો. શાસક પક્ષ વિરોધ પક્ષના સભ્યોના સુચનો આવ્યા તે અધિકારીઓની સાથે ચર્ચા કરી વિચારીશું મેયરે ખાત્રી ઉચ્ચારી હતી.

Previous articleકુંભારવાડા નારી રોડ પર રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો
Next articleબડેલી પ્રા. શાળામાં ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો