બડેલી પ્રાથમિક શાળામાં ૨૬મી જાન્યુઆરીએ ૭૦માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દિકરીની સલામ દેશને નામ અંતર્ગત ધ્વજવંદન ગામના સૌથી વધુ ભણેલા દિકરી ગોહીલ પાયલબા જુવાનસિંહના હાથે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ.પૂ. પુંડરીક વિજય મહારાજ હસ્તે રમેશભાઈ ચુનીલાલ વોરા તરફથી શાળામાં તેમના તરફથી બનાવી આપવામાં આવેલ નવા ગેઈટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે સાથે શાળામાં સપ્તરંગી સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં નવકાર મંત્ર જો શિયાળે કોયલ બોલે, ચાલો આદર્શ બનીએ, સાસુ વહુ ડ્રામા, તલવાર રાસ, હસતાં, રમતાં, રાસ ગરબો, બાહુબલી થીમ સોંગ, શુભદીન આયો, ગણપતી બાપા મોરીયા, લેઝીમ ઠોઠ નિશાળીયો નાટક, પીરામીડ જેવી કૃતિઓ આકર્ષક રીતે રજુ થઈ હતી જેમાં શાળાનાં શિક્ષકો તેમજ ચબુતરામાં સહયોગ આપનાર ગ્રામજનો તેમજ જેમનાં ઘરે દિકરીનો જન્મ થયો છે. તેવા વાલીનું દાતા તથા શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.