શહેર નજીકના સીદસર-વરતેજ રોડ પર વહેલી સવારે પગપાળા જઈ રહેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, વરતેજ જીઆઈડીસીમાં મજુરી કામ કરતા અને મુળ ઝારખંડ લોહડકા ગામમાં રહેતા એકલખાન શબ્બીરખાન પઠાણ આજે વહેલી સવારે સીદસર-વરતેજ રોડ પગપાળા વરતેજ ખાતે જતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી અડફેટે લેતા શ્રમિક એકલખાન પઠાણનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના સંબંધી ઈરફાનખાન જુમાનખાન પઠાણે વરતેજ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.