રાજ્યભરની સાથો સાથ ભાવનગર શહેરમાં છેલ્લા એકાદ સપ્તાહથી વધેલી ઠંડીનો કારણે સ્વાઈન ફલુનાં રોગે પણ માંથુ ઉચક્યુ છે જેમાં સર ટી હોસ્પિટલમાં આજે સારવાર દરમિયાન સ્વાઈન ફલુનાં દર્દીનું મોત થયું હતું. ભાવનગરની સર ટી હોસ્પિટલનાં સ્વાઈન ફલુ વોર્ડમાં ૧૫ દર્દી સારવારમાં હતા જેમાં આજે વધુ ૫ દર્દીઓ નવા દાખલ થયેલ જેમાં ગઢડા તાલુકાનાં ટાટમ ગામનાં ૪૦ વર્ષીય યુવાનનું સ્વાઈન ફલુની સારવાર દરમ્યાન આજે મોત થયુ હતું. હાલમાં શંકાસ્પદ ૬ તથા ૧ પોઝીટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ત્યારે વર્તમાન સમયની ઠંડીમાં સ્વાઈન ફલુથી બચવા લોકોે સાવચેતી રાખવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.