ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ પર શીતળા માતાજીના મંદિર સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ચાલી રહેલા રોડના કામમાં ભારે વિલંબ કરવામાં આવી રહ્યો હોય લોકોને પારાવાર મુશ્કેલી પડતી હોય રોડના કામ સત્વરે પુર્ણ કરવાની માંગ સાથે આજે સ્થાનિક રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને ચક્કાજામ કર્યા હતાં. બાદમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવેલ અને મામલો થાળે પાડી લોકોને સમજાવી ટોળા વિખેર્યા હતાં.