સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ સાથે બોલિવુડમાં ડેબ્યુ કરવા જઇ રહેલી તારા સુતારિયાને તેની પ્રથમ ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ બીજી ફિલ્મ હાથ લાગી છે. શાહિદ કપુર ટુંક સમયમાં જ તેના કરતા ૧૫ વર્ષ નાની અભિનેત્રી તારા સુતારિયા સાથે રોમાન્સ કરતો નજરે પડનાર છે. વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવેલી તેલુગુ સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેકમાં શાહિદની સાથે તારા સુતારિયા નજરે પડનાર છે. સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ સાથે તારા બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. તે તેની ડેબ્યુ ફિલ્મ રહેનાર છે. તેની પ્રથમ ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ બીજી મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીમાં વિજય દેવરકોન્ડાએ મુખ્ય ભૂમિકા અદા કરી હતી. ફિલ્મની હિન્દી રીમેકમાં તેની ભૂમિકા શાહિદ કપુર અદા કરનાર છે. વિજયને આ વર્ષે ફિલ્મ ફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જ્યારે તારા અર્જુન રેડ્ડીમાં મુખ્ય ભૂમિકા અદા કરનાર શાલિની પાન્ડેની ભૂમિકામાં નજરે પડનાર છે. સુત્રોના કહેવા મુજબ ફિલ્મની પટકથાને ઉત્તર ભારતની ઓડિયન્સની દ્રષ્ટિએ તૈયાર કરવામાં આવી રહી છે. લીડ અભિનેત્રીના નામ પર જાન્હવી કપુર અને સારા અલી ખાનના નામ પર વિચારણા કરવામાં આવી હતી. આખરે તારા પર પસંદગી ઉતારી દેવામાં આવી હતી. કાસ્ટિગ માટે આશરે છ મહિનાનો સમય લાગ્યો હતો. અર્જુન રેડ્ડીનુ નિર્દેશન કરનાર સંદીપ વાંગા જ હિન્દી ફિલ્મની રીમેક પણ બનાવશે. આ રીમેકની સાથે તે પોતાની હિન્દી ફિલ્મની કેરિયર શરૂ કરનાર છે. એમ કહેવામાં આવે છે કે આ તેલુગ ફિલ્મના રાઇટ્સ મેળવી લેવા માટે નિર્માતા અશ્વિન વર્દે અને મુરાદ ખેતાનીએ જંગી નાણાંની ઓફર કરી હતી. ફિલ્મમાં શાહિદ કપુર એક સર્જનની ભૂમિકા અદા કરનાર છે. વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવેલી તેલુગુ સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેકમાં શાહિદની સાથે તારા સુતારિયા નજરે પડનાર છે. સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ સાથે તારા બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. તે તેની ડેબ્યુ ફિલ્મ રહેનાર છે. તેની પ્રથમ ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ બીજી મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીમાં વિજય દેવરકોન્ડાએ મુખ્ય ભૂમિકા અદા કરી હતી. ફિલ્મની હિન્દી રીમેકમાં તેની ભૂમિકા શાહિદ કપુર અદા કરનાર છે. વિજયને આ વર્ષે ફિલ્મ ફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જ્યારે તારા અર્જુન રેડ્ડીમાં મુખ્ય ભૂમિકા અદા કરનાર શાલિની પાન્ડેની ભૂમિકામાં નજરે પડનાર છે. સુત્રોના કહેવા મુજબ ફિલ્મની પટકથાને ઉત્તર ભારતની ઓડિયન્સની દ્રષ્ટિએ તૈયાર કરવામાં આવી રહી છે. લીડ અભિનેત્રીના નામ પર જાન્હવી કપુર અને સારા અલી ખાનના નામ પર વિચારણા કરવામાં આવી હતી. આખરે તારા પર પસંદગી ઉતારી દેવામાં આવી હતી. કાસ્ટિગ માટે આશરે છ મહિનાનો સમય લાગ્યો હતો. અર્જુન રેડ્ડીનુ નિર્દેશન કરનાર સંદીપ વાંગા જ હિન્દી ફિલ્મની રીમેક પણ બનાવશે.