રોહિતે પોતાના ૨૦૦મા વનડે મેચમાં મળેલી હાર બાદ કહ્યું, લાંબા સમયથી બેટથી અમારૂ સૌથી ખરાબ પ્રદર્શન. આ વસ્તુની આશા નહતી. તમારે ન્યૂઝીલેન્ડના બોલરોને શ્રેય આપવો જોઈએ. આ તેનું શાનદાર પ્રદર્શન છે. આ હેમિલ્ટનના સડોન પાર્કમાં કોઈપણ ટીમનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ભારત આ મેદાન પર ૧૨૨ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
રોહિતે સ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે ન્યૂઝીલેન્ડના બોલરોને શ્રેય આપ્યો અને કહ્યું કે, ભારતીય બેટ્સમેનો સેડોન પાર્કની સારે વિકેટ પર સારી રીતે બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યું. અમારી માટે આ શીખવા સમાન ચે. ક્યારેક તમારે દબાવનો સામનો કરવાની જરૂર હોય છે.
રોહિતે કહ્યું કે, ભારતના ખરાબ પ્રદર્શનનું કારણ ખરાબ શોટની પસંદગી છે. તેણે કહ્યું, એકવાર ક્રીઝ પર ટક્યા બાદ વસ્તુ આસાન લાગવા લાગે છે. અમે કેટલાક ખરાબ શોટ રમ્યા. બોલ જ્યારે સ્વિંગ કરતો હોય તો આ હંમેશા પડકારસમાન હોય છે.