ગુજરાત રાજ્યની વિવિધ રાજપૂત સંસ્થાઓ દ્વારા આમૂલ પરિવર્તન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેમાં બિહોલા રાજપૂત સમાજ, ગુજરાત અને મગોડી રાજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે વ્યસનમુક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપરાંત વ્યસનમુક્તિ અંગે પ્રદિપસિંહ બિહોલાએ સંકલ્પ લેવડાવ્યા હતા. કાર્યક્રમમાં સમાજના બાળકો અને યુવાનો માટે અભ્યાસકેન્દ્ર બનાવવાનો નિર્ણય લેવાયો હતો.