સમગ્ર રાજ્યમાં સ્વાઈન ફ્લુ ( સીઝન ફ્લુ )એ ભરડો લીધો છે ત્યારે પાટણમાં પણ નવા વર્ષની શરૂઆતમાં જ જાન્યુઆરી મહિનામાં ૧૮ સ્વાઈન ફ્લુના શંકાસ્પદ કેસો નોધાયો હતા જેમાં ૬ દર્દીઓ પોઝિટિવસ્વાઈન ફ્લુમાં સપડાયા હતા અને તે પૈકી હાલમાં બે દર્દીઓ સારવાર હેઠળ હોસ્પીટલમાં છે આરોગ્ય વિભાગ સ્વાઈન ફ્લુને ઉગતો ડામવા કામે લાગ્યું છે. પાટણ જીલ્લામાં ગત વર્ષ સ્વાઈન ફ્લુનો કહેર જોવા મળ્યો હતો અને જીલ્લાભર માંથી સ્વાઈન ફ્લુની શંકાસ્પદ અસરમાં ૬૪ લોકો સપડાયા હતા જેમના લોહીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલતા તે પૈકી ૨૭ લોકોને સ્વાઈન ફ્લુ પોઝીટીવમાં સપડાયા હતા અને તેમાંથી ૯ લોકોનો સ્વાઈન ફ્લુએ ભોગ લીધો હતો ત્યારે ચાલુ વર્ષે પણ સ્વાઈન ફ્લુએ રાજ્ય સહીત પાટણ જીલ્લામાં પણ દેખાવો દીધો છે અને જાન્યુઆરી મહિનામાં જ પાટણ જીલ્લામાં દિન પ્રતિદિન રોજ બે રોજ એક પછી એક સ્વાઈન ફ્લુના શંકાસ્પદ કેસો જોવા મળ્યા હતા. અને ૧ જાન્યુઆરીથી ૨૯ જાન્યુઆરી સુધીમાં આરોગ્ય વિભાગના ચોપડે ૧૮ સ્વાઈન ફ્લુના શંકાસ્પદ કેસો નોધાયા હતા અને તમામ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી તેમને લોહીના સેમ્પલ લઇ રીપોર્ટ કરાવતા તે પૈકી ૬ સ્વાઈન ફ્લુના પોઝિટિવકેસ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આ છ દર્દીઓને હોસ્પિટલમાં સ્પેશ્યલ વોર્ડમાં સારવાર શરુ કરવામાં આવી હતી જે પૈકી ચાર દર્દીઓને રજા આપવામાં આવી છે.
સ્વાઈન ફ્લુના શંકાસ્પદ કેસો ધ્યાને આવતા જ તેમને અમે ધારપુર દાખલ કરી રીપોર્ટ કરાવી સારવાર આપી રહ્યા છે. જીલ્લામાં સ્વાઈન ફ્લુના કોઈ ભયજનક કેસો નોધાયા નથી આ રૂટીન છે.
જેથી જીલ્લામાં સ્વાઈન ફ્લુ ને રોકવા માટે અમે લોકોમાં બચાવ અને સુરક્ષા માટેની માહિતી આપી રહ્યા છીએ તો ડોર ટુ ડોર સર્વે પણ ચાલુ છે અને ઉકાળાનું પણ ટૂંક સમયમાં વિતરણ ચાલુ થઇ જશે જેથી જીલ્લામાં સ્વાઈન ફ્લુ ના રોગ પર નિયત્રણ રાખી શકાય. ગુરૂવારે સવારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં રહેલા પોરબંદરના મહિલા પ્રૌઢાનું સ્વાઈન ફલૂનો રિપોર્ટ આવે તે પહેલાં જ મોત નિપજતાં પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.
રાજકોટમાં વધુ ૫ દર્દીઓનાં રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો એક દર્દીનું સ્વાઇન ફ્લૂનાં કારણે મોત થયું છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનાં કારણે મૃત્યુઆંક ૧૮ પર છે. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂનાં કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે છેલ્લા ૩૦ દિવસમાં ૫ વ્યક્તિનાં મોત થયા છે. તો ૧૦ જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે.
સુરેન્દ્રનગરમાં પણ સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં એક મહિલાનું સ્વાઇન ફ્લૂનાં કારણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. મહિલાની સારવાર અમદાવાદ હૉસ્પિટલમાં ચાલી રહી હતી. રાજ્યની હૉસ્પિટલોમાં અત્યારે ૨૯૮ સ્વાઇન ફ્લૂનાં દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત આણંદ ૫, સુરત ૪, વડોદરા ૩, ગાંધીનગર, કચ્છ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, નવસારીમાં ૧-૧ કેસ સામે આવ્યા છે.