રાજુલામાં મુસાફરોને પડતી હાલાકી અંગે લાંબા રૂટની બસો શરૂ કરવા થોડા દિવસો પહેલા પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીએ એસટી વિભાગ સમક્ષ રજુઆત કરી હતી.
જેના અનુસંઘાને આજરોજ જામજોધપુર જેતપુર રાજુલા બસ શરૂ થતા મુસાફરો રાજુલા શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.
વર્ષોથી ચાલતી રાજુલા જામજોધપુર વાયા જેતપુર એસ.ટી. બસને એકાએક બંધ કરી દેતા મુસાફરો અહીંથી તહીં તટકતા થઈ ગયેલની રજુઆત હીરાભાઈ સોલંકી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરાએ કરતા જેનો ‘લોકસંસાર’ ન્યુઝમાં અહેવાલ પ્રગટ થયેલ જેની હિરાભાઈ સોલંકીએ એસટી વિભાગમાં ઉપર લેવલે ધારદાર રજુઆત કરતા ત્રણ દિવસથી રાજુલા જામજોધપુર વાયા જેતપુર બસ રાબેતા મુજબ શરૂ થઈ જતા મુસાફરોમાં વેપારીઓ ખુશીનો માહોલ છવાયો છે.