ઘનશ્યામનગર પ્રાથમિક શાળાના બાળકોની સિધ્ધી

656

એસઈબી ગાંધીનગર દ્વારા વર્ષ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા લેવામાં આવે છે. ભાવનગર જિલ્લાના ૪પ૬પ બાળકીએ પરીક્ષા આપેલ. જેમાં ચાલુ વર્ષ ભાવનગર તાલુક ાઅને કોર્પોરેશનની કુલ શાળાઓમાંથી ૧૩ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મેળવવા મેરીટમાં ક્વોલીફાઈડ થયેલ. જેમાંથી ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ઘનશ્યામનગર પ્રાથમિક શાળાના જ એકલા પ વિદ્યાર્થીઓ મેરીટમાં પસંદગી પામેલ. જેમાના અર્જુનસિંહ ચેતનસિંહ વાળા, અખીલ બાબુભાઈ મકવાણા, આશિષ અશોકભાઈ બારૈયા, દિપક ઉદેસંગભાઈ ડાભી અને પ્રણવ ભરતભાઈ ડાભી મેરીટમાં પસંદગી પામેલ સમગ્ર ભાવનગર તાલુકાનું અને શાળાનું ગૌરવ વધારેલ. જવલંત સફળતા બદલ આચાર્ય હર્ષાબેન પંડયા તથા શાળા પરિવારે અભિનંદન પાઠવેલ.

Previous articleવિકટર પે સેન્ટર શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
Next articleરાજુલા જામજોધપુર બસ શરૂ થતા આનંદની લાગણી