સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી શાળાઓ દ્વારા ભાગ લેતા ખેલાડીઓને અને શાળાઓને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે તાલુકા કક્ષાએ ભાગલેનાર શાળાઓમાંથી જે શાળાના ખેલાડીઓ વધારે આગળ વધે તે શાળાઓને ૧ થી ૩ નંબર આપી અને તે મુજબની પ્રોત્સાહિત રકમ આપીને પ્રોત્સાહિત કરે છે. ખેલ મહાકુંભ-ર૦૧૮-૧૯માં નોંધણવદર કેન્દ્રવર્તી શાળા પાલિતાણા તાલુકામાં દ્વિતય નંબર પ્રાપ્ત કરેલ છે અને સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ છે. ગત વર્ષે પણ દ્વિતય નંબર પ્રાપત કરીને રોકડ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.
શાળાની આ સિદ્ધિ જાળવી રાખવા બદલ અને આગામી સમયમાં બાળકો વધારે સિદ્ધિ પ્રાપ્ત કરે તે માટેુ રમત-ગમત, શિક્ષક કિરણભાઈ પરમાર અને અશ્વિનભાઈ પટેલને આચાર્ય તથા શાળા પરિવાર અને એસ.એમ.સી. તથા ગ્રામ પંચાયત- નોંધણવદર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.