બટાદ એલસીબી દ્વારા સવગણનગર દશામાંના મંદિર પાસેથી રહેણાંકી મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ-૯૦ જેની કુલ કિ.રૂા. રર,૬૦૦/- તથા એક મોબાઈલ ફોન મળી કુલ કિ.રૂા. રર,૯૦૦/-ના મુદ્દામાલ સાથે અકે આરોપીની પકડી પાડવામાં આવ્યો હતો.
બોટાદ એલસીબીના પો.ઈન્સ. એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ બોટાદ એલસીબી સ્ટાફના એએસઆઈ ડી.એમ.ત્રિવેદી, ભગવાનભાઈ, પ્રવિણસિંહ, ક્રપાલસિંહ, બળદેવસિંહ ના.રા. દરમ્યાન પેટ્રોલીંગમા હોય જે દરમ્યાન પો.કો. બળદેવસિંહને ખાનગી રાહે બાતમી મળેલ કે, બોટાદના સવગણનગર, દશામાનાં મંદીર પાસે રહેતા મહેશભાઈ ગીરીશભાઈ સોલંકી પોતાના રહેણાંકી મકાને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે જે આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતાં. બોટદ નં. ૬૮ જેની કિ.રૂા. ર૦,૪૦૦/- તથા નાની બોટલ નંગ રર કિ.રૂા. રર૦૦/- તથા સેમસંગ કંપનીનો એમ મોબાઈલ ફોન કિ.રૂા. ૩૦૦ મળી કુલ કિઉરૂા. રર,૯૦૦ના મુદ્દામાલ સાથે મહેશભાઈ ગીરીશભાઈ સોલંકી (ઉ.વ.૩૩) રહે. સવગણનગર, દશામાના મંદિર પાસે બોટાદ વાળાને પકડીપ ાડીત મામ મુદ્દામાલ તેમજ આરોપીને બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોપી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.