દામનગર રેલતંત્રનો વિચિત્ર નિર્ણય કર્મીએ આપઘાત કરતા ફાટક બંધ કર્યુ

678

દામનગર  રેલવે તંત્રનો વિચિત્ર નિર્ણય દિવાની દાઝે  કોડિયાને બટાકા ભરતું રેલવે તંત્ર કર્મચારી એ આત્મહત્યા કરતા કાયમી ધોરણે બે ફાટક બંધ કરવા નિર્ણય દહીંથરા છભાડીયા માર્ગ રાત્રી કાયમી બંધ.  એક સપ્તાહ પૂર્વે રેલવે ફાટક પર ફરજ બજાવતા કર્મચારી એ ચાલતી ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા તંત્ર એ વિચિત નિર્ણય લીધો.  દહીંથરા છભાડીયા માર્ગ પર  ફાટક રાત્રી માટે સદંતર બંધ કરવા નિર્ણય ફાટક નં સી ૯ અને સી દસ રાત્રી માટે કાયમ બંધ કરવા ના તધલતી ફતવા સામે રાહદારી ઓ માં રોષ અનેકો ગ્રામ્ય વિસ્તાર માં રાત્રી અવર જવર બંધ થતાં ભારે નારાજગી સાથે સ્થાનિક અગ્રણી ઓ દ્વારા રેલવે તંત્ર ના ડી આર એમ સહિત ના ઉચ્ચ અધિકારી સમક્ષ રજૂઆત. છભાડીયા દહીંથરા માર્ગ પર આ બંને ગ્રામ્ય વિસ્તાર માં રાત્રી ના સમયે કોઈ પણ અવર જવર ન થઈ શકે આવો વિચિત્ર રેલવે ના નિર્ણય સામે સ્થાનિકો માં ભારે નારાજગી  આ બંને ફાટક બંધ કરવા ના નિર્ણય સામે સ્થાનિકો ની ઉચ્ચ કક્ષા એ રજુઆત ડી આર એમ સહિત ધારાસભ્ય સાંસદ સુધી ફરિયાદ કરાય.

Previous articleબરવાળામાં અનુ. જાતિના લોકોને પ્લોટ ફાળવવા આવેદનપત્ર આવ્યું
Next articleલોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બોટાદ જિલ્લાનો ઉર્જા ઉત્સવ યોજાયો